Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દાદા હિંચકે બેસે તો મારવા સ્પીડ વધારે', વિધવા પુત્રવધૂ-પૌત્રીઓનું કારસ્તાન:રાજકોટના હાઈપ્રોફાઈલ ફેમિલીનો કિસ્સો, સંપત્તિ માટે વૃદ્ધ દંપતીને પરેશાન કરવા હદ વટાવી

    15 hours ago

    રાજકોટમાં દોઢ કરોડના બંગલામાં દાદા હિંચકે બેસે તો મારવા સ્પીડ વધારે, દાદી રસોડામાં જાય તો લપસાવવા પાણી-તેલ ઢોળે. પુત્રનું કેન્સરથી મોત થતાં ઘરડા સાસુ-સસરાનું ધ્યાન રાખવાની જગ્યાએ પુત્રવધૂ અને બે પૌત્રીએ પરેશાન કરવામાં હદ વટાવી હોવાનો વૃદ્ધ દંપતીનો આક્ષેપ છે. વૃદ્ધ દંપતીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મોટા પુત્ર સંજયનું 2024માં અવસાન થયું હતું. બે માળના મકાનમાં નીચે દંપતી રહે છે. ઉપરના માળે પુત્રવધૂ કિન્નરીબેન બંને પુત્રી સાથે રહે છે તો બીજા રૂમમાં નાનો પુત્ર રવિ પરિવાર સાથે રહે છે. મિલકત પોતાના નામે કરાવવા ઝઘડા કરી ગાળો આપતી ન્યુ કોલેજવાડી મેઈન રોડ પર રહેતા પુષ્પાબેન પ્રવિણચંદ્ર જોષી (ઉ.વ.74) એ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પુત્રવધૂ કિન્નરીબેન અને બે પૌત્રી મિલકત પોતાના નામે કરાવવા માટે અવારનવાર ઝઘડા કરી, ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપે છે. ‘અમારા નામે મિલકત કરી દો નહીંતર મારી નાખીશું’ 20 જુલાઈ, 2026ના રોજ સવારે ઘરે હતા ત્યારે કિન્નરીબેન અને તેની બંને પુત્રીઓએ કહ્યું કે, મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર કોઈ રીતે ઘરમાં અકસ્માત કરીને મારી નાંખીશું. જે વાત સાંભળી તેને શાંતિ રાખવાની સલાહ આપી હતી. આમ છતાં તેમને અને પતિને નહીં બોલવા જેવું બોલવા લાગ્યા હતા. સમજાવટના પ્રયાસ છતાં ઝઘડો ચાલુ રાખ્યો હતો એટલું જ નહીં તેમને અને પતિને ગાળો આપી હતી અને ધમકી આપતા કહ્યું કે, તમે અમારા નામે મિલકત નહીં કરો તો અમે ત્રણેય જણાં તમને મારી નાંખીશું. ‘ગેરહાજરીમાં બેડરૂમમાં આવી શોધખોળ કરે છે’ ​પુષ્પાબેને એવો પણ આક્ષેપ કર્યો છે કે, પુત્રવધૂ કિન્નરીબેનની બંને પૌત્રીઓ તેમના અને પતિની ગેરહાજરીમાં તેમના બેડરૂમમાં આવી શોધખોળ કરે છે. ઘણીવાર બંને હાજર હોય ત્યારે પણ મિલકત પોતાના નામે કરાવવા દબાણ કરી ઝઘડા કરે છે. તેઓ ઘરની બહાર જાય ત્યારે મેઈન દરવાજા ખુલ્લા રાખે છે, જેને કારણે અજાણ્યા માણસો ઘરમાં ઘુસી જાય છે. રસોડામાં પાણી અને તેલ ઢોળે આ ઉપરાંત એવો પણ આક્ષેપ કર્યો છે કે પતિ હિંચકે બેઠા હોય ત્યારે પૌત્રી તેમની બાજુમાં બેસી હિંચકાની સ્પીડ અચાનક વધારી તેમને હિંચકા પરથી પાડી નાખવાનો પ્રયાસ કરે છે. રસોડામાં ઘણીવાર પાણી અથવા તેલ ઢોળી દે છે, જેથી તેમના અને પતિના પગ લપસી જાય અને અકસ્માત સર્જાય. છેલ્લા 2 વર્ષમાં લોક અદાલત તેમજ પ્રોટેક્શન માટે ક્લેક્ટરમાં પણ રજૂઆત કરી છે. ઘરમાંથી બીજે મોકલી દેવામાં આવે અમારી એક જ માગ છે કે તેઓને હાલ આ ઘરમાંથી બીજે મોકલી દેવામાં આવે. અમે આગળ જતા ભવિષ્યમાં ભાગ આપીશું, ભાગ આપવાની ના નથી પણ અમને આ રીતે હેરાન કરવામાં આવતા અમે કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    13મીએ Y-જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ રોડ પર નો-એન્ટ્રી:સુરતમાં તિરંગા યાત્રાને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, જાણો ક્યાં વૈકલ્પિક માર્ગ
    Next Article
    ગુજરાત માથે એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય:ભારે વરસાદથી પાલનપુર-અંબાજી હાઇવે પર ઘૂંટણસમા પાણી, આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment