Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13મીએ Y-જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ રોડ પર નો-એન્ટ્રી:સુરતમાં તિરંગા યાત્રાને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, જાણો ક્યાં વૈકલ્પિક માર્ગ

    10 hours ago

    સુરતમાં આગામી 13મી ઓગસ્ટના રોજ વિરાટ 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા શહેરના Y-જંકશનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાનાર છે. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે સુરત શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે એક હંગામી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. 13મી ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ચોક્કસ મુખ્ય માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર તેમજ પાર્કિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મુખ્ય માર્ગોમાં વાહનો અને પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે જાહેરનામા અનુસાર, એસ.કે.નગર ચાર રસ્તાથી SVNIT સર્કલ અને SVNIT સર્કલથી એસ.કે.નગર ચાર રસ્તા સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ રહેશે (જોકે વાહનચાલકો સર્વિસ રોડનો ઉપયોગ કરી શકશે). આ ઉપરાંત જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તાથી Y-જંકશન સુધીનો મુખ્ય માર્ગ, જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તાથી રાહુલરાજ મોલ તરફ જતો રસ્તો તેમજ મગદલ્લા વાય-જંકશનથી ગૌરવપથ ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગો પર વાહનોની અવર-જવર અને પાર્કિંગ પર સખત મનાઈ રહેશે. આ સમય દરમિયાન તમામ વાહનચાલકોએ પોલીસ તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવાનો રહેશે. એરપોર્ટ જવા-આવવા માટેના વૈકલ્પિક રૂટ સુરત એરપોર્ટ તરફ જતા વાહનચાલકો અઠવાગેટથી સરદાર બ્રિજ, ગુજરાત ગેસ સર્કલ, પાલ RTO રોડ થઈ ભાઠા ગામથી ONGC સર્કલ ને એરપોર્ટ જઈ શકશે. બીજો વિકલ્પ સાયન્સ સિટી, અણુવ્રત દ્વાર કેનાલ રોડ, આભવા ચાર રસ્તા થઈને ગવિયર ગામથી એરપોર્ટ પહોંચવાનો રહેશે. જ્યારે એરપોર્ટથી શહેર તરફ આવતા વાહનો એસ.કે.નગર ચાર રસ્તાથી આભવા ચોકડી, અગ્રવાલ સ્કૂલ થઈ અણુવ્રત દ્વાર તરફ આવી શકશે. અન્ય રૂટ તરીકે ખજોદ ચોકડી, સરસાણા ડોમ, ભીમરાડ ચેકપોસ્ટ થઈ શ્યામમંદિર તરફ અથવા ONGC ઓવરબ્રિજ, હજીરા રોડ થઈને પાલ રોડ તરફ જઈ શકાશે. ઈમરજન્સી વાહનોને છૂટછાટ, નિયમભંગ કરનાર સામે કાર્યવાહી થશે તમામ પ્રતિબંધોમાંથી ફરજ પરના પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સુરત મહાનગરપાલિકા (SMC)ના વાહનો, તમામ આવશ્યક સેવાઓ અને ગુજરાત સરકારના સરકારી વાહનોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ ઈમરજન્સી સેવાઓને કોઈ અડચણ વગર પસાર થવા દેવામાં આવશે. આ જાહેરનામું કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે અને જો કોઈ વ્યક્તિ કે વાહનચાલક આ હુકમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ:સામાન્ય વરસાદમાં જ હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાયા, રાહદારીઓ સહિત વાહનચાલકો મુશ્કેલીમાં
    Next Article
    'દાદા હિંચકે બેસે તો મારવા સ્પીડ વધારે', વિધવા પુત્રવધૂ-પૌત્રીઓનું કારસ્તાન:રાજકોટના હાઈપ્રોફાઈલ ફેમિલીનો કિસ્સો, સંપત્તિ માટે વૃદ્ધ દંપતીને પરેશાન કરવા હદ વટાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment