Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ:સામાન્ય વરસાદમાં જ હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાયા, રાહદારીઓ સહિત વાહનચાલકો મુશ્કેલીમાં

    11 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, જોકે, જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે અને ખેતી માટે સારા વરસાદની જરૂરિયાત છે. બીજી તરફ પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ પાલનપુર-અંબાજી હાઇવે પર પાણી ફળી વળ્યાં છે. રામપુરા ચોકડી નજીક હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં જ હાઇવે પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, પાણીના કાયમી નિકાલ માટે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી જરૂર છે. શહેરના રસ્તાઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને બસ સ્ટેન્ડની બહાર પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા હતા. જિલ્લાના અનેક તળાવો અને ડેમો હજુ પણ ખાલી હોવાથી ખેડૂતોની ચિંતા યથાવત્ છે. આગામી ખેતીની સીઝન માટે પૂરતા પાણીનો સંગ્રહ થાય તે જરૂરી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ પડે તો તળાવો અને ડેમોમાં પાણીની આવક વધશે, જેનાથી ખેડૂતોને રાહત મળશે. હાલ ખેડૂતો સારા વરસાદની આશા રાખી રહ્યા છે. બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, દાંતીવાડામાં 28 MM, અમીરગઢમાં 12 MM, દાતામાં 17 MM, પાલનપુરમાં 12 MM અને હડાદમાં 16 MM વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    રશિયા તરફથી મધ્યસ્થી બનશે પૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચુડ:યુક્રેનની સરકારી બેંક સાથે ચાલી રહેલો વિવાદ; રશિયા પર સંપત્તિ છીનવી લેવાનો આરોપ
    Next Article
    13મીએ Y-જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ રોડ પર નો-એન્ટ્રી:સુરતમાં તિરંગા યાત્રાને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, જાણો ક્યાં વૈકલ્પિક માર્ગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment