Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    36 વર્ષ જૂના કાશ્મીરી પંડિત મર્ડર-કેસમાં SIAના દરોડા:1990માં આતંકવાદીઓએ પિતા-પુત્રની હત્યા કરી હતી, લાશ ઝાડ પર લટકાવેલી મળી હતી

    14 hours ago

    જમ્મુ-કાશ્મીરમાં સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ બુધવારે 1990ના કાશ્મીરી પંડિત પિતા-પુત્ર હત્યાકાંડમાં 9 સ્થળોએ તલાશી લીધી. જેમાં જમ્મુ, બારામુલા, શોપિયાં, અનંતનાગનો સમાવેશ થાય છે. આ મામલો કાશ્મીરી પંડિત લેખક અને સામાજિક કાર્યકર સરવાનંદ કૌલ પ્રેમી અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલના અપહરણ અને હત્યા સાથે સંબંધિત છે. બંને અનંતનાગના કોકરનાગ સ્થિત સોફ શાલીના રહેવાસી હતા. 1990માં કેસ અનંતનાગના ડોરુ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. હવે તેની તપાસ SIA કરી રહી છે. SIAની દરોડા સંબંધિત તસવીરો… 29 એપ્રિલની રાત્રે ઘરેથી ઉપાડ્યા હતા કાશ્મીરી પંડિત કવિ સરવનંદ કૌલ પ્રેમી અને તેમના 27 વર્ષના પુત્ર વીરેન્દ્ર કૌલને 29 એપ્રિલ 1990ની રાત્રે સશસ્ત્ર આતંકવાદીઓએ તેમના ઘરેથી અપહરણ કર્યું હતું. તેના થોડા દિવસો પછી, 1 મે 1990ના રોજ બંનેના મૃતદેહ એક ઝાડ પર લટકાવેલા મળી આવ્યા હતા. 8 ઓગસ્ટે CIKએ પણ તપાસ કરી હતી આ પહેલા કાઉન્ટર-ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK)એ 8 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ, શોપિયાં અને બારામુલા જિલ્લામાં એકસાથે અનેક સ્થળોએ તપાસ કરી હતી. અનંતનાગના હિલર શાહબાદ વિસ્તારમાં એક ઘરની તલાશી દરમિયાન ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) ફારૂક અહેમદના નેતૃત્વ હેઠળની CIK ટીમે બે ડિજિટલ ડિવાઇસ જપ્ત કર્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જપ્તી CIK કાશ્મીર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના સંબંધમાં કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત માથે એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય:ભારે વરસાદથી પાલનપુર-અંબાજી હાઇવે પર ઘૂંટણસમા પાણી, આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    પટણી દેવીપૂજક સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ:સ્મશાન ભૂમિમાં શ્રદ્ધાંજલિની અનન્ય પરંપરા, પરંપરા અને પર્યાવરણનો સમન્વય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment