Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ:નગરપાલિકા અને વી.એસ. પટેલ કોલેજે સંયુક્ત આયોજન કર્યું

    1 day ago

    બીલીમોરામાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા બીલીમોરા નગરપાલિકા, બીલીમોરા વિભાગ કેળવણી મંડળ અને વિવિધ શાળા-કોલેજોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ ટેલર, ગુજરાત હેન્ડબોલ અધ્યક્ષ ડો. સનમભાઈ પટેલ, નગરપાલિકાના સદસ્યો, વી.એસ. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ, ભાજપના અગ્રણીઓ અને બીલીમોરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સરવૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના પર્વની ઉજવણી નિમિત્તે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આ ભવ્ય યાત્રાનું આયોજન કરાયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો. આ યાત્રા સવારે 8:30 કલાકે વી.એસ. પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, બીલીમોરાથી શરૂ થઈ હતી. રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી શિવાજીની પ્રતિમાને હારતોરા કરીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. બીલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સરવૈયાએ આ યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથમાં સુરક્ષામાં એક હજાર સુરક્ષાકર્મી:2 DySP, 16 PI સહિત 450 પોલીસજવાન ખડેપગે રહેશે; ભીડ નિયંત્રણ માટે ડ્રોન, QRT, માઉન્ટેડ પોલીસ
    Next Article
    આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સિપલને ફરજ પરથી દૂર કરવા આદેશ:DEOએ કહ્યું- બેદરકારી હોવાનું સામે આવ્યું, શિક્ષકો માનસિક આઘાતમાં હોવાથી રજા અપાઈ હોવાનો વાલીઓને મેસેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment