Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વનિર્ભર શાળા સંચાલકોએ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદન આપ્યું:મોરબી સહિત રાજ્યના તમામ જિલ્લા મથકોએ કલેક્ટર અને DEOને રજૂઆત કરી

    1 day ago

    સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સરકારને FRC, RTE અને શાળાઓને પડતી વહીવટી મુશ્કેલીઓ સહિતની જૂની માંગણીઓ પર ધ્યાન આપવા રજૂઆત કરી છે. શાળા સંચાલકોનું કહેવું છે કે તેઓ વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય અને ગુણવત્તાવાળા શિક્ષણ માટે પ્રયત્નશીલ છે. તેઓ વિદ્યાર્થીઓ પાછળ વધુ સમય આપવા માંગે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી દરરોજ લગભગ 52 જેટલા અલગ-અલગ ઓનલાઈન કામગીરીના પરિપત્રો આવે છે. આના કારણે શિક્ષકો અને સંચાલકોનો સમય વહીવટી કામમાં વધુ વપરાય છે. તેમણે માંગ કરી છે કે તમામ માહિતી માટે એક સિંગલ પ્લેટફોર્મ બનાવવામાં આવે. જેમાં જરૂરી તમામ ડેટા સંગ્રહિત થઈ જાય. આનાથી શાળાઓને વારંવાર અલગ-અલગ પરિપત્રોના જવાબ આપવાની કામગીરીમાંથી મુક્તિ મળશે. FRC ફી સ્લેબમાં સુધારો કરવાની પણ રજૂઆત કરાઈ છે. શાળા સંચાલકોએ જણાવ્યું કે 2017માં FRC બન્યા પછી ફી સ્લેબમાં કોઈ સુધારો થયો નથી. અત્યારે મોટાભાગની શાળાઓ ફી વધારા માટે દરખાસ્તને બદલે એફિડેવિટ આપે છે. તેમની માંગ છે કે જે શાળાઓમાં 10 ટકાથી ઓછો ફી વધારો કરવાનો હોય, તેમને માત્ર એફિડેવિટના આધારે મંજૂરી મળે. ભવિષ્યમાં 10 ટકાના વધારા માટે FRCની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે. સંચાલકોના મતે, મોંઘવારીને કારણે શાળાઓના વિકાસ અને સંચાલન ખર્ચ વધ્યા છે. તેથી શાળાઓને ચલાવવા અને શૈક્ષણિક સુવિધાઓ જાળવવા માટે ફી વધારાની પ્રક્રિયા સરળ હોવી જોઈએ. RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચૂકવણીનો મુદ્દો પણ આવેદનમાં રજૂ કરાયો હતો. શાળા સંચાલકોના કહેવા મુજબ, આ મુદ્દે હાઈકોર્ટમાં અપીલ થઈ હતી. કોર્ટે સંસ્થાઓને FRC દ્વારા મંજૂર કરાયેલી ફી અથવા નજીકની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી દીઠ થતા ખર્ચ મુજબની રકમ ચૂકવવા માર્ગદર્શન આપ્યું છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની માંગ છે કે RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે FRC દ્વારા નક્કી કરાયેલી ફી સરકાર દ્વારા શાળાઓને જલ્દી ચૂકવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    નવસારી ગણેશ ઉત્સવમાં BAPS સંતોએ ભજનોની રમઝટ બોલાવી:વિઘ્નહર્તાનું પૂજન કરી આરતી ઉતારી, ગણપતિજી સહિત શિવ, રામ અને કૃષ્ણના ભજનો ગાયા
    Next Article
    ગીર સોમનાથમાં ખાનગી શાળા સંચાલકોએ DEOને આવેદનપત્ર આપ્યું:FRC ફી, RTE અને સ્વાયત્તતા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment