Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપા તંત્ર ફરી વિવાદમાં:વિડિયોગ્રાફીનાં કૉન્ટ્રાક્ટમાં ગેરરીતિ થયાનો આરોપ, વિડિયોગ્રાફરે મનપાની ટેન્ડર પ્રક્રિયા સામે સવાલો, મેયર અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેને તપાસની ખાતરી આપી

    11 hours ago

    રાજકોટ મનપામાં સતત વિવાદોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે હવે વિડિયોગ્રાફીના કૉન્ટ્રાક્ટને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સરકારી નિયમો, પારદર્શક ટેન્ડર પ્રક્રિયા અને નીતિ-નિયમોને નેવે મૂકીને કૉન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો સ્થાનિક વિડિયોગ્રાફર દ્વારા લગાવવામાં આવ્યા છે. જેમાં કોઈપણ નીતિ-નિયમ વગર તથા નિયમ મુજબની ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ મનપા દ્વારા સીધેસીધો વિડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ ચોક્કસ એજન્સીને પધરાવી દેવામાં આવ્યો હોવાનાં આરોપો લગાવાયા છે. જેને લઈને સાંસ્કૃતિક વિભાગનાં ચેરમેન તેમજ મેયરે પણ આ મુદ્દે તપાસ કરી તટસ્થ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. રાજકોટના વિડિયોગ્રાફર રાજેશ પરમારે મનપાના તંત્ર સામે ગંભીર આરોપોનો મારો ચલાવ્યો હતો. તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અને તેમના જેવા અન્ય અનેક સ્થાનિક વિડિયોગ્રાફરો મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવતા નવા વિડિયોગ્રાફીના ટેન્ડરમાં ભાગ લેવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ ટેન્ડર ભરવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવવા માટે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે કૉન્ટ્રાક્ટ તો અગાઉથી જ બારોબાર ચોક્કસ એજન્સીને આપી દેવામાં આવ્યો છે. તેમને એ જાણીને ભારે આંચકો લાગ્યો હતો કે કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કે સ્પર્ધાત્મક પ્રક્રિયા વગર જ આ કામ પધરાવી દેવાયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે અગાઉથી જંગલેશ્વર ડિમોલિશન બાદ વિવાદમાં રહી છે અને જે એજન્સીને ખરેખર બ્લેકલિસ્ટ થવી જોઈએ તે બાલાજી એજન્સીને મનપાના અધિકારીઓએ ફરી વખત કામ રીપીટ કરીને આપી દીધું છે. સરકારી નીતિ-નિયમો અને ગુજરાત સરકારની પ્રવર્તમાન ટેન્ડર પદ્ધતિ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતા કોઈપણ ખરીદી અથવા સર્વિસ કૉન્ટ્રાક્ટ માટે GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ પર ટેન્ડર મૂકવું ફરજિયાત હોય છે. આ ઉપરાંત, દૈનિક વર્તમાનપત્રોમાં જાહેર ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ આપવી અને સત્તાવાર વેબસાઇટ પર વિગતવાર ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ કરવી અત્યંત આવશ્યક ગણાય છે. જોકે રાજકોટ મનપાનાં જવાબદાર અધિકારીઓએ આ વિડીયોગ્રાફીનાં કામ અંગે આમાંના એક પણ નિયમનું પાલન કર્યું નથી. મનપા દ્વારા ન તો વર્તમાનપત્રોમાં કોઈ જાહેરાત આપવામાં આવી, ન તો GeM પોર્ટલ પર ટેન્ડર અપલોડ કરવામાં આવ્યું અને ન તો મનપાની પોતાની અધિકૃત વેબસાઇટ પર તેની કોઈ વિગત મૂકવામાં આવી હતી. આમ, પારદર્શિતાના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી બારોબાર વહીવટ કરી દેવામાં આવ્યો હોય તેવુ જણાઈ રહ્યું છે. જો મહાનગરપાલિકા આવી રીતે જ બારોબાર પોતાના માનીતા લોકોને કૉન્ટ્રાક્ટ આપતી રહેશે, તો શહેરમાં વર્ષોથી પ્રમાણિકતાથી કામ કરતા સેંકડો વિડિયોગ્રાફરો અને ફોટોગ્રાફરોના રોજીરોટીનું શું થશે? તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. આ અંગે રાજકોટનાં મેયર ડો નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે નિયત પ્રક્રિયા મુજબ જ કામગીરી થતી હોય છે. ટેન્ડર પ્રક્રિયા નિયમ અનુસાર, યોગ્ય જાહેરાત આપીને કરવામાં આવી હોય અને તેમાં કોઈ ગેરરીતિ ન જણાતી હોય તો પગલાં લેવાનો પ્રશ્ન ઊભો થતો નથી. નિયમ મુજબ જે લોએસ્ટ (L1) હોય તેને કામ આપવાની પરંપરા હોય છે, છતાં ટેન્ડર ખૂલ્યા બાદ જ સાચી માહિતી સ્પષ્ટ થશે. સમાચારપત્રોમાં જાહેરાત આપ્યા વિના પ્રક્રિયા થઈ હોવાનો જો કોઈ મુદ્દો હોય, તો આપના માધ્યમથી આ બાબત મારા ધ્યાને આવી છે. તે અંગે હું તેની વિગતો ચકાસી લઈશ. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ મારી પાસે જે માહિતી છે તે મુજબ નિયત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. બીજીતરફ સાંસ્કૃતિક વિભાગના ચેરમેન મનીષ ભટ્ટે આ મામલે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, ગત મે માસમાં અમારી નવી બોડી અસ્તિત્વમાં આવી તે પહેલાં જ આ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલમાં આ કૉન્ટ્રાક્ટ પ્રક્રિયામાં એક પાર્ટી L-1 (સૌથી ઓછું ભાવપત્રક ધરાવનાર) તરીકે આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ સમગ્ર વિગત હજુ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અર્થે આવશે અને તે સમયે કમિટી દ્વારા તમામ પાસાંઓને ચકાસીને આખરી નિર્ણય લેવામાં આવશે. જો તપાસ દરમિયાન એવું સામે આવશે કે ટેન્ડર પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી કે કોઈ ગેરરીતિ થઈ છે, તો આ ટેન્ડર રદ્દ કરીને તુરંત નવેસરથી રિટેન્ડર કરવાની કામગીરી હાથ ધરાશે. પ્રજાના ટેક્સનો એક પણ પૈસો વેડફાય નહીં તે માટે આપણું તંત્ર સંપૂર્ણ સતર્ક અને કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે રાજેશ પરમાર અને અન્ય સ્થાનિક વિડીયોગ્રાફરોએ માંગ કરી છે કે મનપા દ્વારા આપવામાં આવેલા આ ગેરકાયદે કૉન્ટ્રાક્ટને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. તેમજ આ સમગ્ર મામલે GeM પોર્ટલ અને વર્તમાનપત્રોમાં યોગ્ય જાહેરાત આપીને ફરીથી પારદર્શક રીતે ટેન્ડર બહાર પાડવામાં આવે જેથી દરેક વિડિયોગ્રાફરને સમાન તક મળી શકે. આમ કોર્પોરેશનમાં વિડિયોગ્રાફી કૉન્ટ્રાક્ટના નામે ચાલી રહેલી આ ગોલમાલ સામે હવે સ્થાનિક સ્તરે મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે મનપાના શાસકો અને કમિશ્નર કક્ષાએથી આ મામલે કડક પગલાં ભરીને કૉન્ટ્રાક્ટ રદ કરાય છે કે કેમ, તે જોવું હવે મહત્વનું બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બોગસ એડમિશનોનો રાફળો ફાટ્યો:શિક્ષણ વિભાગને ઉલ્ટા ચશ્મા પહેરાવી સ્થળ ફેરફાર કરતી ન્યૂ ફ્લોરા, અંબિકા વિદ્યાલયના સંચાલકોનું કાલે DEO સમક્ષ હિયરિંગ
    Next Article
    જાગેશ્વરમાં જમીન ગુમાવનાર ખેડૂતોના પુત્રોને રોજગારી ન મળતા ધરણાં:કંપનીના ગેટ સામે કાયમી નોકરીની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતના ધરણાં શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment