Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાગેશ્વરમાં જમીન ગુમાવનાર ખેડૂતોના પુત્રોને રોજગારી ન મળતા ધરણાં:કંપનીના ગેટ સામે કાયમી નોકરીની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતના ધરણાં શરૂ

    13 hours ago

    ભરૂચ નજીક આવેલા જાગેશ્વર ગામમાં જમીન ગુમાવનારા ખેડૂતોના પરિવારોના યુવાનોને કાયમી રોજગારી ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદન સમયે રોજગારી અને પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી અપાઈ હતી, પરંતુ હક ન મળતા સ્થાનિક ખેડૂતો અને યુવાનોએ કંપનીના ગેટ સામે અનિશ્ચિત મુદતના ધરણાં શરૂ કર્યા છે. તેમની મુખ્ય માંગ કાયમી રોજગારીની છે. વર્ષ 1996-97 દરમિયાન ઔદ્યોગિક વિકાસ માટે GIDC અને ખાનગી કંપનીઓ દ્વારા જાગેશ્વર ગામની ફળદ્રુપ ખેતીની જમીનો સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને પ્રતિ એકર આશરે રૂ. 56 હજારનું વળતર ચૂકવાયું હતું. સાથે જ, જમીન ગુમાવનારા પરિવારોને કાયમી રોજગારી તેમજ પીવાનું પાણી, રસ્તા અને વરસાદી પાણીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સંપાદિત જમીન પર શરૂઆતમાં એ.બી.જી. શિપયાર્ડ કંપની કાર્યરત હતી. તે સમયે કેટલાક જમીન ગુમાવનારા પરિવારોના સભ્યોને રોજગારી મળી હતી. જોકે, કંપની બંધ થતા સેંકડો કર્મચારીઓ અને ખેડૂત પરિવારો ફરી બેરોજગાર બન્યા હતા. હાલમાં આ મિલકતનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કંપનીની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, તેમ છતાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવતી નથી. સ્થાનિક રહીશ દીપક પટેલે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી જમીન ગુમાવનારા પરિવારોના હક માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. GIDC અને GPCBની હાજરીમાં કંપની સાથે બે વખત બેઠક યોજાઈ હતી, જેમાં GIDC દ્વારા પણ જમીન ગુમાવનારાઓને રોજગારી મળવી તેમનો હક હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું. તેમ છતાં કંપની તરફથી કોઈ હકારાત્મક નિર્ણય લેવાયો નથી. સ્થાનિકોનો વધુમાં આક્ષેપ છે કે, એક તરફ જમીન ગુમાવનારા પરિવારોના યુવાનો રોજગારીના અભાવે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે ગામમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. આ ઉપરાંત, ગામના આંતરિક રસ્તાઓ અને અન્ય પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ પણ બિસ્માર બની ગઈ છે. આ સમગ્ર મામલે હવે જાગેશ્વર ગામ સહિત તાલુકાના પીડિત ખેડૂતો અને સ્થાનિક યુવાનો દ્વારા કંપનીના ગેટ સામે ગાંધીચિંધ્યા માર્ગે અનિશ્ચિત મુદતના ધરણાં શરૂ કરવામાં આવ્યા છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી જમીન ગુમાવનારા ખેડૂતોના પુત્રોને કંપનીમાં કાયમી રોજગારી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપા તંત્ર ફરી વિવાદમાં:વિડિયોગ્રાફીનાં કૉન્ટ્રાક્ટમાં ગેરરીતિ થયાનો આરોપ, વિડિયોગ્રાફરે મનપાની ટેન્ડર પ્રક્રિયા સામે સવાલો, મેયર અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેને તપાસની ખાતરી આપી
    Next Article
    હિંમતનગરમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા રજૂઆત:સમસ્ત હિન્દૂ સનાતની સમાજે કલેક્ટરને 4.74 લાખ સહીવાળું આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment