Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા રજૂઆત:સમસ્ત હિન્દૂ સનાતની સમાજે કલેક્ટરને 4.74 લાખ સહીવાળું આવેદનપત્ર આપ્યું

    13 hours ago

    હિંમતનગરમાં સમસ્ત હિન્દૂ સનાતની સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા હરસિદ્ધિ માતાજીના મંદિરથી શરૂ થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સંતો-મહંતોના હસ્તે જિલ્લા કલેક્ટરને 4.74 લાખ સહીઓ સાથેનું પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું હતું. આ યાત્રામાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ હિન્દૂ સંગઠનો, સંપ્રદાયો, ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકો સહિત મોટી સંખ્યામાં હિંદુઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન ગૌ માતાને રથમાં સાથે રાખવામાં આવ્યા હતા. આ યાત્રા એસપી ઓફિસ થઈને બહુમાળી ભવન પહોંચી હતી, જ્યાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે રજૂઆત કરી હતી. આગામી ઓક્ટોબર મહિનામાં રાજ્ય કક્ષાએ પણ ગૌ સન્માન યાત્રા યોજાશે, જેમાં મુખ્યમંત્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જાગેશ્વરમાં જમીન ગુમાવનાર ખેડૂતોના પુત્રોને રોજગારી ન મળતા ધરણાં:કંપનીના ગેટ સામે કાયમી નોકરીની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતના ધરણાં શરૂ
    Next Article
    પંચમહાલમાં સવારથી વરસાદી માહોલ:તમામ તાલુકાઓમાં ધીમીધારે મેઘમહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment