Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથમાં સુરક્ષામાં એક હજાર સુરક્ષાકર્મી:2 DySP, 16 PI સહિત 450 પોલીસજવાન ખડેપગે રહેશે; ભીડ નિયંત્રણ માટે ડ્રોન, QRT, માઉન્ટેડ પોલીસ

    1 day ago

    પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટથી થશે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડવાની સંભાવના છે. પગલે ગીર સોમનાથ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમનાથ મંદિર Z+ સુરક્ષા ધરાવતું હોવાથી શ્રાવણ માસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. 2 DySP, 16 PI સહિત 450 પોલીસજવાન સહિત 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ સોમનાથમાં ખડેપગે રહેશે. દેશભરમાંથી મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સલામતી સાથે ભીડનું સુચારુ સંચાલન થાય અને તમામ ભક્તોને શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શનનો લાભ મળે તે માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા બંદોબસ્ત અને પોલીસ કાફલો સુરક્ષા બંદોબસ્તમાં 2 DYSP, 16 PI અને 25 PSI સહિત 450 જેટલા લોકલ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. SRPની 1 કંપની, GRD-SRDના આશરે 350 જવાનો તથા હોમગાર્ડ સહિત 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ સોમનાથમાં વિવિધ સ્થળોએ તૈનાત રહેશે. ટેક્નોલોજી અને વિશેષ ટીમોનો સહયોગ સુરક્ષા વ્યવસ્થા માત્ર પરંપરાગત પોલીસ બંદોબસ્ત પૂરતી સીમિત ન રાખતા તેમાં ટેક્નોલોજી અને વિશેષ ટીમોની પણ મદદ લેવામાં આવી છે. BDD, LCB, SOG, ડ્રોન ટીમ, QRT તથા માઉન્ટેડ પોલીસને સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. મંદિર પરિસર, પ્રવેશ માર્ગો, પાર્કિંગ વિસ્તારો અને યાત્રિકોની અવરજવરવાળા સ્થળો પર સતત નજર રાખવામાં આવશે. દર્શનનો સમય અને સુવિધાઓ શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓને સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર્શનનો લાભ મળી રહે તે મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તોની સંખ્યા વધે ત્યારે કતારો અને પ્રવેશ તથા બહાર નીકળવાના માર્ગોનું વ્યવસ્થિત સંચાલન થાય તે માટે પણ પોલીસ દ્વારા આયોજન કરાયું છે. યાત્રિકો સુરક્ષા વ્યવસ્થામાં સહકાર આપો ગીર સોમનાથ પોલીસ અધિક્ષક દ્વારા સોમનાથ આવતા તમામ યાત્રિકોને સુરક્ષા વ્યવસ્થામાં સહકાર આપવા, સુરક્ષા તપાસ દરમિયાન ધીરજ જાળવવા અને પોલીસ કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ‘સુરક્ષા સાથે સુવ્યવસ્થિત દર્શન’ના ધ્યેય સાથે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની આસ્થા અને ઉત્સાહ જળવાઈ રહે તથા કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાના અધિકારી અને પરિણીતાની વોર્ડ ઓફિસમાં જ પ્રેમલીલા:કબાટમાંથી દારૂના ચાર ક્વાર્ટર મળ્યા, સ્ટે. કમિટીના ચેરમેને કહ્યું-કર્મચારી પાસે ખુલાસો મગાશે
    Next Article
    બીલીમોરામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ:નગરપાલિકા અને વી.એસ. પટેલ કોલેજે સંયુક્ત આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment