Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાના અધિકારી અને પરિણીતાની વોર્ડ ઓફિસમાં જ પ્રેમલીલા:કબાટમાંથી દારૂના ચાર ક્વાર્ટર મળ્યા, સ્ટે. કમિટીના ચેરમેને કહ્યું-કર્મચારી પાસે ખુલાસો મગાશે

    1 day ago

    રાજકોટ મનપાની સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક વોર્ડ ઓફિસ અચાનક વિવાદમાં ઘેરાઈ છે. વોર્ડ ઓફિસના ઈન્ચાર્જ અધિકારી અને પરિણીત મહિલા સફાઈ કામદાર વચ્ચે ઓફિસમાં જ ચાલતી પ્રેમલીલાની તસવીર સામે આવી છે. આ ઉપરાંત કબાટમાંથી દારૂના ક્વાર્ટર મળી આવવાનો વીડિયો વાઈરલ થયો છે. આ સમગ્ર મામલે કામદાર યુનિયને કડક પગલાં લેવાની માંગ કરી છે. તેમજ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ પણ ત્વરિત પગલાં લેવાની ખાતરી આપી છે. ‘આ પ્રકારની પ્રવૃત્તિઓ બિલકુલ ચલાવી ના લેવાય’ પરેશ પીપળીયાએ જણાવ્યું કે, મીડિયામાં ચાલેલી આ બાબત મારા ધ્યાને આવી છે. જો વાઇરલ વીડિયો અને તેમાં દર્શાવાયેલી વિગતો સાચી હશે તો આ અત્યંત ગંભીર અને શરમજનક બાબત ગણાય. સરકારી કચેરીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ બિલકુલ ચલાવી ના લેવાય. તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તુરંત બોલાવી તેની પાસે ખુલાસો માગવામાં આવશે. જ્યારે કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ અન્ય મહિલા કામદારો સાથે મનપાના વહીવટ સામે મોરચો માંડીને કહ્યું કે, વોર્ડ ઓફિસોમાં મહિલા કામદારોનું દારૂ પીને આ રીતે શોષણ કરવામાં આવે છે. આપણી પાસે દારૂની મહેફિલો અને આવી ગેરરીતિઓના વીડિયો તથા ફોટોગ્રાફ્સ સહિતના તમામ પુરાવાઓ પણ છે. વધુમાં જણાવ્યું કે, માત્ર અશ્લીલતાનો જ વિષય નથી. પરંતુ મનપામાં બોગસ મેડિકલ સર્ટિફિકેટનું મોટું કૌભાંડ પણ ચાલી રહ્યું છે, જેમાં ડમી નામો ઉભા કરીને કૌભાંડ આચરવામાં આવે છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરતા સફાઈ કામદારોને નિયમ મુજબ પીએફ, ઈએસઆઈસી, બોનસ કે પગાર સ્લિપ પણ આપવામાં આવતી નથી. બોગસ સર્ટિફિકેટ અને ગેરરીતિઓમાં સંકળાયેલા તમામ જવાબદારો સામે તાત્કાલિક પોલીસ કેસ કરી કડક સજા કરવામાં આવે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ISI સાથે સંકળાયેલો પાકિસ્તાની જાસૂસ બાંગ્લાદેશ બોર્ડર પરથી ઝડપાયો:નકલી દસ્તાવેજો પર ભારતમાં રહેતો હતો; કોલકાતાના સુથારે મદદ કરી હતી
    Next Article
    આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથમાં સુરક્ષામાં એક હજાર સુરક્ષાકર્મી:2 DySP, 16 PI સહિત 450 પોલીસજવાન ખડેપગે રહેશે; ભીડ નિયંત્રણ માટે ડ્રોન, QRT, માઉન્ટેડ પોલીસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment