Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ISI સાથે સંકળાયેલો પાકિસ્તાની જાસૂસ બાંગ્લાદેશ બોર્ડર પરથી ઝડપાયો:નકલી દસ્તાવેજો પર ભારતમાં રહેતો હતો; કોલકાતાના સુથારે મદદ કરી હતી

    1 day ago

    પશ્ચિમ બંગાળ STFએ બુધવારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી એક શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરી. તેના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સંબંધો છે. તે જાસૂસી અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. STF સૂત્રો અનુસાર, આતંકવાદીની ઓળખ રાના રઉફ તરીકે થઈ છે. ભારતમાં તે વહાબ આલમના નામથી રહેતો હતો. તે બાંગ્લાદેશ ભાગવાની કોશિશમાં હતો. તેની 24 પરગણા જિલ્લાના બનગાંવમાંથી ધરપકડ કરવામાં આવી. 2012માં નેપાળના રસ્તે ભારત આવ્યો હતો STF સૂત્રો અનુસાર, રઉફ મૂળ રૂપે પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવાસી છે. તે 2012માં નેપાળના રસ્તે ભારત આવ્યો હતો. ત્યારબાદ તે પશ્ચિમ બંગાળમાં રહેવા લાગ્યો. પ્રાથમિક તપાસમાં તેના દ્વારા વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાન મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. STFએ મંગળવારે રાત્રે ટોપસિયામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, તેનો રઉફ સાથે સીધો સંપર્ક હતો અને તેણે ઘણી રીતે તેની મદદ કરી હતી; જોકે, તેણે તેની ઓળખનો ખુલાસો કર્યો નથી. રેલવે સ્ટેશનો અને સેના સંબંધિત દસ્તાવેજો મળ્યા કોલકાતાના સુથારે બનાવ્યા નકલી દસ્તાવેજો રઉફે જણાવ્યું કે કોલકાતાના ટોપસિયા વિસ્તારમાં રહેતા એક સુથારે તેના માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવ્યા. તેમાં વોટર કાર્ડ અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે. રઉફ અને સુથાર નેપાળમાં મળ્યા હતા. બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો STF સૂત્રોએ જણાવ્યું કે સુથારની તાજેતરમાં આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા હોવાના શકમાં ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતી મળ્યા પછી રઉફે બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસ કર્યો. તેની ભાગી જવાની યોજના અંગે મળેલી પાકી માહિતીના આધારે STFએ બુધવારે સવારે બનગાંવમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન રઉફને પકડવામાં આવ્યો. બંગાળ STFની કાર્યવાહીમાં અગાઉ પણ ધરપકડો પોલીસે તાજેતરમાં બર્દવાનની એક રેસિડેન્શિયલ ટાઉનશીપમાંથી જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા શંકાસ્પદ હામિમ મંડલની ધરપકડ કરી હતી. હામિમ પર CM શુભેન્દુ અધિકારીની અવરજવર પર નજર રાખવાનો આરોપ છે. આ કાર્યવાહી પછી પોલીસે ઝારખંડથી મંડલની સહયોગી અર્પિતા સરકારની ધરપકડ કરી. આ ઉપરાંત, હાવડાના કોલેજ વિદ્યાર્થી આદિત્ય સિંહની પણ ધરપકડ કરવામાં આવી. તેના પર મંડળને માહિતી આપવાનો આરોપ છે.
    Click here to Read More
    Previous Article
    'ઈમરાન ખાનનું જેલમાં મોત થયું':પૂર્વ વડાપ્રધાનને લઈ પાકિસ્તાની પત્રકારે કર્યો મોટો દાવો, પરિવાર અને પાર્ટી નેતાઓને મુલાકાતની મંજૂરી નહીં
    Next Article
    રાજકોટ મનપાના અધિકારી અને પરિણીતાની વોર્ડ ઓફિસમાં જ પ્રેમલીલા:કબાટમાંથી દારૂના ચાર ક્વાર્ટર મળ્યા, સ્ટે. કમિટીના ચેરમેને કહ્યું-કર્મચારી પાસે ખુલાસો મગાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment