Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ભારત ભારતીનું ગુજરાત પ્રાંત સંમેલન યોજાયું:રાષ્ટ્રીય તથા પ્રદેશ સ્તરના હોદ્દેદારો જોડાયા, પ્રદીપસિંહ ચૌહાણ વડોદરાના નવા પ્રમુખ તરીકે વરાયા

    13 hours ago

    ભરૂચ ખાતે ભારત ભારતીનું બે દિવસીય ગુજરાત પ્રાંત સંમેલન યોજાયું હતું. આ સંમેલન દરમિયાન પ્રદીપસિંહ ડી. ચૌહાણને ભારત ભારતી વડોદરાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પ્રસંગે ભારત ભારતીના રાષ્ટ્રીય પ્રમુખ વિનય પતરાળે, રાષ્ટ્રીય સચિવ રુદ્રનારાયણ તિવારી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ હિતેશ પંડ્યા સહિત રાષ્ટ્રીય તથા પ્રદેશ સ્તરના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જવાબદારી સ્વીકારતા પ્રદીપસિંહ ચૌહાણે સંસ્થાના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તેમના પર મૂકાયેલા વિશ્વાસને સાર્થક કરવા નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય એકાત્મતા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિચારને આગળ વધારવા સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લાલપુર રોડ પર ખૂંટિયાનો આતંક:ઓડિશાના 35 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ
    Next Article
    પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ:જિલ્લાના અનેક તળાવો અને ડેમો હજુ પણ ખાલી હોવાથી ખેડૂતોને સારા વરસાદની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment