Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ:જિલ્લાના અનેક તળાવો અને ડેમો હજુ પણ ખાલી હોવાથી ખેડૂતોને સારા વરસાદની આશા

    12 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, જોકે, જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે અને ખેતી માટે સારા વરસાદની જરૂરિયાત છે. જિલ્લાના અનેક તળાવો અને ડેમો હજુ પણ ખાલી હોવાથી ખેડૂતોની ચિંતા યથાવત્ છે. આગામી ખેતીની સીઝન માટે પૂરતા પાણીનો સંગ્રહ થાય તે જરૂરી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ પડે તો તળાવો અને ડેમોમાં પાણીની આવક વધશે, જેનાથી ખેડૂતોને રાહત મળશે. હાલ ખેડૂતો સારા વરસાદની આશા રાખી રહ્યા છે. બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, દાંતીવાડામાં 28 MM, અમીરગઢમાં 12 MM, દાતામાં 17 MM, પાલનપુરમાં 12 MM અને હડાદમાં 16 MM વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ભારત ભારતીનું ગુજરાત પ્રાંત સંમેલન યોજાયું:રાષ્ટ્રીય તથા પ્રદેશ સ્તરના હોદ્દેદારો જોડાયા, પ્રદીપસિંહ ચૌહાણ વડોદરાના નવા પ્રમુખ તરીકે વરાયા
    Next Article
    'I Haven't Done Anything Wrong': Nikita Rawal Breaks Silence After Female Fan Kisses Her On Red Carpet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment