Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીને જેલમાંથી બહાર લાવવા ‘મેડિકલ સર્ટિફિકેટ’નો ખેલ?:કેશોદના ડો. રાજેશ સાંગાણીના ‘મિસકન્ડક્ટ’ સામે વેરાવળ કોર્ટ આકરા પાણીએ; ગુજરાત મેડિકલ કાઉન્સિલને કાર્યવાહી કરવા આદેશ

    9 hours ago

    વેરાવળની એડિશનલ સેશન્સ કોર્ટે ગંભીર ગુનાના આરોપીને વચગાળાના જામીન અપાવવા માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપનાર કેશોદના ફિઝિશિયન-કાર્ડિયોલોજિસ્ટ ડો. રાજેશ સાંગાણી સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલને કડક કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. આરોપીની જામીન અરજી અને સર્ટિફિકેટનો ખેલ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાના જણાવ્યા મુજબ, ફારૂકભાઈ ઉર્ફે ફારૂક મૌલાના નામના આરોપીએ બીમારીના બહાને 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. આ અરજી સાથે ડો. રાજેશ સાંગાણી દ્વારા 3 જૂન અને 19 જૂન, 2026ના રોજ આપવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરાયા હતા. તપાસ વિના જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરાયાનો ખુલાસો કોર્ટના અવલોકનમાં સામે આવ્યું કે ડો. સાંગાણીએ આરોપીને અગાઉ 1 ઓક્ટોબર, 2025 સુધી જ સારવાર આપી હતી. જૂન 2026માં સર્ટિફિકેટ આપતી વખતે આરોપીની કોઈ શારીરિક તપાસ કરવામાં આવી નહોતી. બીજી તરફ, જેલના રેકોર્ડ મુજબ 2 અને 4 જૂને જેલના ફિઝિશિયને આરોપીની સારવાર કરી હતી અને ECG પણ કાઢ્યો હતો. જેલ તબીબની સલાહ વિના જ બહારના ડોક્ટરનો રિપોર્ટ જેલના દવાખાનામાં આરોપીએ ત્યારબાદ કોઈ સારવાર લીધી નહોતી અને જેલના ફિઝિશિયને તેને બહારના સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરવાની સલાહ પણ આપી નહોતી. આમ છતાં, 19 જૂને બહારના ડોક્ટર દ્વારા ટ્રીટમેન્ટ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું. કોર્ટની ગંભીર ટકોર અને મેડિકલ કાઉન્સિલને આદેશ કોર્ટે નોંધ્યું કે તબીબના સર્ટિફિકેટના આધારે અદાલત વ્યક્તિની સ્વતંત્રતા અંગે નિર્ણયો લેતી હોવાથી સર્ટિફિકેટ સત્ય અને તથ્ય આધારિત હોવું જરૂરી છે. ડો. સાંગાણીના આ કૃત્યને 'મિસકન્ડક્ટ' ગણાવી, ગુજરાત મેડિકલ કાઉન્સિલ રૂલ્સ-1967ની કલમ 22 હેઠળ કાર્યવાહી કરી અહેવાલ કોર્ટમાં રજૂ કરવા આદેશ કરાયો છે. વગદાર આરોપીઓ અને ખોટા સર્ટિફિકેટ સામે ચેતવણી કોર્ટે વધુમાં ટકોર કરી હતી કે સાધનસંપન્ન કે વગદાર આરોપીઓ ડોક્ટરની મદદથી હોસ્પિટલમાં દાખલ થઈ જેલની બહાર રહેવાની સુવિધા મેળવતા હોય છે. આવા ગેરમાર્ગે દોરનારા સર્ટિફિકેટ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો ન્યાયપ્રણાલી અને જનહિતને મોટું નુકસાન થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું અમદાવાદ બસપોર્ટનું ટર્મિનલ-2 તૈયાર:હવે સૌરાષ્ટ્ર-કચ્છની બસો અહીંથી જ ઉપડશે, જુઓ બસપોર્ટના નવા ટર્મિનલનો ફર્સ્ટ લૂક
    Next Article
    ભુજમાં તિરંગા યાત્રા યોજાઈ:શહેર દેશભક્તિના રંગે રંગાયું, વિવિધ વિભાગો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment