Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં તિરંગા યાત્રા યોજાઈ:શહેર દેશભક્તિના રંગે રંગાયું, વિવિધ વિભાગો જોડાયા

    8 hours ago

    સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભુજમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરવાના હેતુથી આ યાત્રા યોજાઈ હતી. વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ભારતીય સેના, BSFના જવાનો, પશ્ચિમ કચ્છ પોલીસ દળ અને ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વિશાળ તિરંગા યાત્રા જ્યુબિલિ સર્કલથી શરૂ થઈ હતી. યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી હિતેશ ખંડોર અને નગરપતિ શીતલ શાહ સહિતના આગેવાનો તથા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સહભાગીઓએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. યાત્રામાં NCCના ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બેન્ડની દેશભક્તિમય સુરાવલીઓએ વાતાવરણમાં ઉત્સાહ ભર્યો હતો. જ્યુબિલિ સર્કલથી શરૂ થયેલી આ યાત્રા ડોસાભાઈ ધર્મશાળા, બસ પોર્ટ વિસ્તાર અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ માર્ગ થઈ કલેક્ટર કચેરી તરફ આગળ વધી હતી. અંતે, તે ફરી જ્યુબિલિ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રાને નિહાળવા ભુજ શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં માર્ગોની બંને બાજુ ઉમટી પડ્યા હતા. રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાનને સલામી આપતા આ દૃશ્યોએ શહેરમાં રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ પ્રબળ બનાવી હતી. યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી હતી. શહેરમાં યાત્રાના રૂટ પર વાહનવ્યવહારને સરળ અને વ્યવસ્થિત રાખવા જિલ્લા ટ્રાફિક પોલીસ તથા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ યોજાયેલી આ તિરંગા યાત્રાએ ભુજમાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આરોપીને જેલમાંથી બહાર લાવવા ‘મેડિકલ સર્ટિફિકેટ’નો ખેલ?:કેશોદના ડો. રાજેશ સાંગાણીના ‘મિસકન્ડક્ટ’ સામે વેરાવળ કોર્ટ આકરા પાણીએ; ગુજરાત મેડિકલ કાઉન્સિલને કાર્યવાહી કરવા આદેશ
    Next Article
    From police impunity to media-mob nexus: Akanksha Kumar gets Prem Bhatia award for 5 Newslaundry reports

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment