Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઈ:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

    16 hours ago

    છોટાઉદેપુર નગરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના સન્માન અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના હેતુથી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લા મુખ્ય મથક ખાતે જિલ્લા સેવા સદનથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના નેતૃત્વ હેઠળ આ યાત્રા નગરપાલિકા, ક્લબ રોડ, SBI ચોકડી અને ST ડેપો સહિતના વિવિધ વિસ્તારોમાં ફરીને જિલ્લા સેવા સદન ખાતે પરત ફરી હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસવડા ઈમ્તિયાઝ શેખ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, વેપારી વર્ગ તેમજ વિવિધ સમાજ અને ધર્મના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગાથી છોટાઉદેપુર નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ તિરંગા યાત્રામાં આદિવાસી નૃત્ય મંડળી દ્વારા રજૂ કરવામાં આવેલા પરંપરાગત નૃત્યે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાક નિષ્ફળ જતા ખેડૂતો મગફળી સળગાવવા મજબૂર:​જૂનાગઢના વંથલી પંથકમાં મેઘરાજા ખેંચાતાં ખેડૂતોની હાલત કફોડી: મગફળીમાં રોગચાળો ફેલાતાં ઊભો મોલ સળગાવવા જગતનો તાત મજબૂર
    Next Article
    પાટણના દશામાતા શક્તિપીઠ ખાતે દશામાના વ્રતનો પ્રારંભ:વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જામી, વ્રતધારી મહિલાઓએ દશામાની મૂર્તિનું સ્થાપન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment