Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના દશામાતા શક્તિપીઠ ખાતે દશામાના વ્રતનો પ્રારંભ:વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જામી, વ્રતધારી મહિલાઓએ દશામાની મૂર્તિનું સ્થાપન કર્યું

    15 hours ago

    પાટણના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા દશામા શક્તિપીઠ ખાતે શ્રાવણ વદ અમાસ, બુધવારથી દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુ મહિલાઓ અને ભક્તોની ભીડ મંદિર પરિસર ખાતે ઉમટી પડી હતી. વ્રતધારી મહિલાઓએ પોતાના ઘરે બાજોઠ પર લાલ કાપડ પાથરી દશામાની મૂર્તિનું સ્થાપન કર્યું હતું. કળશ પર આસોપાલવના પાંચ પાન મૂકી, સૂતરના દસ તાંતણાની દસ ગાંઠ વાળી પૂજન અર્ચન કર્યું હતું. મહિલાઓએ મૈયાની મૂર્તિ પર કંકુ, અબીલ-ગુલાલ, શ્રીફળ સહિત વિવિધ પ્રસાદ ચઢાવી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૂજારી કલ્પેશ રાવલે જણાવ્યું હતું કે, દશામાના વ્રતથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. દસ દિવસીય આ વ્રત દરમિયાન દશામા શક્તિપીઠ નજીકના મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્રતના છેલ્લા દિવસે માતાજીની મહાઆરતી કરવામાં આવશે અને મંદિર પરિસરમાં કુંડ બનાવી દશામાતાની મૂર્તિઓનું વિધિવત વિસર્જન કરવામાં આવશે. મંદિર પરિસરમાં માતાજીની કચ્છના રણમાંથી પ્રગટ્યા હોય તેવી 'આગી' (પ્રતિમા) પણ સ્થાપિત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઈ:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા
    Next Article
    Team India's Injury Crisis Puts Gambhir, Gill Under Spotlight: "Coach, Captain Took The Decision"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment