Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરૂણાંતિકા:ધીણોજમાં પાણી ભરેલા કૂવા કાંઠે બેઠેલા આધેડ અંદર પડી જતાં ડૂબી જવાથી મોત

    2 days ago

    ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે સોમવારે સાંજના સમયે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના તળાવની પાળ નજીક આવેલા અવાવરું કૂવા કાંઠે બેઠેલા 51 વર્ષીય આધેડ અચાનક કૂવામાં ખાબક્યા હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ અકાળે મોત નીપજ્યું હતું. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે રહેતા ગોવિંદભાઈ મેઘરાજભાઈ ચૌધરી (ઉં.વ. 51) સોમવારે સાંજે આશરે 7:30 વાગ્યાના સુમારે ગામના તળાવની પાળ ઉપર આવેલા કૂવાના કાંઠે બેઠા હતા. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર તેઓ ઊંડા કૂવામાં પડી ગયા હતા. કૂવામાં રહેલા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ આસપાસના ગામલોકો કૂવા પાસે દોડી આવ્યા હતા અને તાત્કાલિક આ અંગે પાટણ ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પાટણ ફાયર બ્રિગેડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહ બહાર કાઢ્યો હતો આ અંગે મૃતકના પરિવારજનોએ ચાણસ્મા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. ફાયર વિભાગની ટીમએ રેસ્ક્યુ ઓપરેશન કરીને મૃતદેહ બહાર કાઢ્યો. 20 મિનિટે મૃતદેહ બહાર કઢાયો - ફાયર વિભાગની ટીમે સમય સૂચકતા વાપરી માત્ર 20 મિનિટના ટૂંક સમયમાં રેસ્ક્યુ ઓપરેશન પૂરું કર્યું હતું. જવાનોએ દોરડા સાથે બિલાડી (આંકડો) બાંધીને અવાવરું કૂવામાં ઉતારી હતી. આ દરમિયાન એક ફાયર જવાન કૂવામાં અડધે સુધી ઉતરીને મૃતદેહને બિલાડીમાં સપોર્ટ આપી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.તેવું અશ્વિનભાઈ પ્રજાપતિ લીડિંગ ફાયરમેન પાટણ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં તિરંગા યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં લોકો જોડાયા, દેશભક્તિનો માહોલ છવાયો
    Next Article
    1 હજાર વર્ષો જૂની દિવાસા પર્વની પરંપરા અકબંધ‎:પાટણ સ્મશાનભૂમિમાં પૂર્વજોને પ્રિય વસ્તુઓ ‎અર્પણ કરી હૈયાફાટ રુદન સાથે શ્રદ્ધાંજલિ અર્પી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment