Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્ય તહેવારોની ઉજવણીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે:શિવજી પર જળ, દૂધથી લઈને શેરડીના રસ સુધીના દ્રવ્યોના અભિષેકથી દિવ્ય ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે

    2 days ago

    ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ગુરુવાર, 13 ઓગસ્ટથી થઈ રહ્યો છે, જે શનિવાર, 11 સપ્ટેમ્બરના રોજ સંપન્ન થશે. શિવભક્તિ માટે શ્રેષ્ઠ ગણાતા આ માસનું વિશિષ્ટ મહાત્મ્ય દર્શાવતા શાસ્ત્રી શ્રી દવે સૌનકભાઈ કાનજી ભાઈએ શ્રાવણ દરમિયાન થતી વિવિધ પૂજા-અર્ચના, જ્યોતિષીય દોષ નિવારણ અને તહેવારો વિશે વિશેષ માહિતી આપી હતી. શાસ્ત્રીજીના જણાવ્યા મુજબ, શ્રાવણ માસ દરમિયાન ''ઓમ નમઃ શિવાય'' મહામંત્રનો જાપ અત્યંત ફળદાયી નીવડે છે. આ માસમાં ભોલેનાથને સવાલાખ બિલિપત્ર અર્પણ કરવા, શુદ્ધ માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવી પૂજન કરવું, પાઠાત્મક કે હોમાત્મક લઘુરુદ્ર, મહારુદ્ર તેમજ આરોગ્ય પ્રાપ્તિ અર્થે મહામૃત્યુંજય મંત્ર અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત કુંડળીના જ્યોતિષીય દોષો જેવા કે કાલસર્પ દોષ, ગ્રહણ દોષ કે વિષ દોષના નિવારણ માટે શ્રાવણ માસ સર્વોત્તમ સમય ગણાય છે. શિવજી પર જળાભિષેક ઉપરાંત દૂધ, દહીં, ઘી, મધ, સાકર, જવનું પાણી તેમજ શેરડીના રસ જેવા વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાથી વ્યાપાર વૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. આ સાથે શ્રાવણ માસ એ માત્ર શિવભક્તિ પૂરતો મર્યાદિત ન રહેતાં, લોકસંસ્કૃતિ અને પવિત્ર તહેવારોનો સંગમ પણ બને છે. આ માસ દરમિયાન દશામાનું વ્રત, રક્ષાબંધન, નાગપાંચમ, રાધણછઠ, શીતળા સાતમ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા દિવ્ય તહેવારોની ઉજવણીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે.
    Click here to Read More
    Previous Article
    સમયસર મિલકત ટેક્સ ભરશે તો 10 ટકા રિબેટ મળશે‎:પાટણમાં બાકી વેરાની વસૂલાત માટે પાંચ હજાર મિલકત ધારકોને નોટિસ
    Next Article
    સફાઈ કામગીરી ઝડપી થશે‎:પાટણ પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા નિકાલ માટે રૂ. 1.32 કરોડના નવા વાહનો ખરીદાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment