Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઈ કામગીરી ઝડપી થશે‎:પાટણ પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા નિકાલ માટે રૂ. 1.32 કરોડના નવા વાહનો ખરીદાયા

    2 days ago

    પાટણ નગરપાલિકાએ વાહનોનો નવો કાફલો મેદાનમાં ઉતાર્યો છે. અગાઉથી ઉપલબ્ધ સાધનો ઉપરાંત હવે લાખો રૂપિયાના ખર્ચે નવા વાહનો ખરીદાતા શહેરની સફાઈ કામગીરીમાં ભારે ઝડપ આવશે. પાલિકા દ્વારા શહેરની આંતરિક અને બાહ્ય ગલીઓને ધ્યાનમાં રાખીને ખાસ વાહનોની ખરીદી કરવામાં આવી છે.જેમાં 10 છોટા હાથી રૂ. 1 કરોડના ખર્ચે (સીટીમાં ડોર ટુ ડોર કચરા નિકાલ માટે) 5 મીની ટ્રેક્ટર રૂ. 18 લાખના ખર્ચે , 6 મીની ટોલી રૂ. 9.60 લાખના ખર્ચે (સાંકડા વિસ્તારો માટે) 2 મોટી ટોલી રૂ. 4.86 લાખના ખર્ચે ખરીદી કરવામાં આવી છે. પાટણના જૂના અને સાંકડા વિસ્તારોમાં અગાઉ મોટા વાહનો જઈ શકતા ન હોવાથી કચરો ઉપાડવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાસ "મીની ટ્રેક્ટર અને ટોલી"ની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પોળ અને સાંકડી ગલીઓમાં સરળતાથી ફરીને કચરો એકત્ર કરશે. જ્યારે 10 નવા છોટા હાથી દ્વારા મુખ્ય શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરેથી કચરો ભેગો કરવામાં આવશે. તેવું સ્વચ્છતા શાખાના ચેરમેન ચેતનાબેન પ્રજાપતિ તેમજ સંસ્થા શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું. નવા વધુ વાહનોથી શું ફાયદો થશે? - અગાઉ પાટણ નગરપાલિકા પાસે 22 છોટા હાથી અને નવા મોટા ટ્રેક્ટર ઉપલબ્ધ હતા. હવે વધુ વાહનોનો ઉમેરો થતાં કચરો સમયસર ઉપડાશે અને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્તિ મળશે. દરેક સોસાયટી અને મોહલ્લામાં વાહનો સમયસર પહોંચશે. કચરો ખુલ્લામાં પડ્યો નહીં રહેતાં મચ્છર અને રોગચાળાનો ઉપદ્રવ ઘટશે. શહેરનો એક પણ ખૂણો કચરા નિકાલની સેવાઓથી વંચિત નહીં રહે.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય તહેવારોની ઉજવણીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે:શિવજી પર જળ, દૂધથી લઈને શેરડીના રસ સુધીના દ્રવ્યોના અભિષેકથી દિવ્ય ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે
    Next Article
    ટ્રમ્પના સલાહકારે કહ્યું- ભારતીયોએ સોશિયલ મીડિયા પર ગાળો આપી:રશિયન તેલના મુદ્દે ભારતને ઘેર્યું હતું, કહ્યું- અમેરિકામાં આવું નથી થતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment