Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે દિવાસાથી દશામાના વ્રતનો પ્રારંભ:બજારોમાં મૂર્તિ અને પૂજાપોની ખરીદી માટે ભક્તોની ભારે ભીડ

    14 hours ago

    બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દશામાના વ્રતનો આજથી દિવાસાના દિવસે પ્રારંભ થતાં પાલનપુર, થરા સહિત જિલ્લાની બજારોમાં ભક્તિનો માહોલ છવાયો હતો. મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ મૂર્તિ અને પૂજાપોની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. દશામાના વ્રતને લઈ પાલનપુર, થરા સહિત જિલ્લાની બજારોમાં મૂર્તિ અને પૂજાપોની ખરીદી માટે મંગળવારે ભારે ભીડ જોવા મળી હતી. આ અંગે પાલનપુરના વેપારી દશરથભાઇ દેવીપૂજકે જણાવ્યું હતુ કે, મૂર્તિઓના ભાવમાં આ વર્ષે 10થી 15 ટકાનો વધારો થયો છે. રંગ, સજાવટની સામગ્રી અને મજૂરીના ખર્ચ વધતાં ઉત્પાદન ખર્ચ વધ્યો છે. જોકે, ભાવવધારા છતાં ખરીદીમાં ખાસ ઘટાડો થયો નથી. હોલસેલ વેપારીઓ નવસારી, વલસાડ, તાપી અને મહારાષ્ટ્રના નંદુરબાર સહિતના વિસ્તારોમાંથી મૂર્તિઓ ખરીદીને લાવ્યા હતા. પાલનપુરની બજારમાં સારી ગુણવત્તાની મૂર્તિઓ હોલસેલ ભાવે મળતી હોવાથી આજુબાજુ વિસ્તારોમાંથી પણ ભાવિકો ખરીદી માટે પહોંચ્યા હતા. મૂર્તિકાર મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વર્ષે 10થી 15 હજાર મૂર્તિઓ તૈયાર કરી છે. તેઓ 15-20 વર્ષથી મૂર્તિ બનાવે છે અને બુકિંગ સારું છે, પરંતુ વધેલો ખર્ચ ઉત્પાદન પાછળ જ વપરાય છે. પાલનપુરમાં વ્રતો-તહેવારોને લઈને ખરીદીની ભીડ‎ પાલનપુરના દિલ્હી ગેટથી સીમલા ગેટ વચ્ચેના મુખ્ય બજારમાં શ્રાવણ માસના વ્રતો અને તહેવારોને લઈ ભારે ભીડ ઉમટી હતી. ગૃહિણીઓએ વ્રત-પૂજન સામગ્રી, ફળ-ફૂલ, શાકભાજી અને ઘરવપરાશની વસ્તુઓની ખરીદી કરી હતી. રિક્ષા, બે-ચક્રી વાહનો અને લારીઓની અવરજવરથી ટ્રાફિક ધીમો બન્યો હતો. સારી ખરીદીથી વેપારીઓમાં ઉત્સાહ અને દિવસભર ચહલપહલ જોવા મળી હતી. આજથી વ્રતનો પ્રારંભ,22મીએ વિસર્જન આજે 12 ઓગસ્ટે દિવાસાથી દશામા વ્રત શરૂ થશે. માતાની મૂર્તિ સ્થાપી 10 દિવસ એકટાણું, સવાર-સાંજ આરતી અને વ્રતકથા કરવાની પરંપરા છે. 10 ગાંઠનો દોરો પુરુષો જમણા, મહિલાઓ ડાબા હાથે અથવા ગળામાં ધારણ કરે છે. 21મીએ જાગરણ અને 22મીએ વહેલી સવારે વિસર્જન થાય છે. આ વ્રત સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:જિલ્લા ખેતી વિકાસ બેંક મેનેજર અને ડીસા શાખાના મેનેજરને મહેસાણા સંયુક્ત રજિસ્ટ્રારનું સમન્સ
    Next Article
    RB-NHAI અને બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત:શ્રાવણ માસમાં ખેમાણા ટોલનાકું ભક્તો માટે ટોલ ફ્રી કરવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment