Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:જિલ્લા ખેતી વિકાસ બેંક મેનેજર અને ડીસા શાખાના મેનેજરને મહેસાણા સંયુક્ત રજિસ્ટ્રારનું સમન્સ

    15 hours ago

    બનાસકાંઠા જિલ્લા જમીન વિકાસ બેંકની ડીસા શાખાની ચૂંટણીમાં બે ઉમેદવારોના ફોર્મ રદ કરાતા વિવાદ સર્જાયો છે. આ મામલે ઉમેદવારોએ સ્ટે માંગતા મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝે બેંકના જિલ્લા મેનેજર અને ડીસા શાખા મેનેજરને આજે 12 ઓગસ્ટે હાજર રહેવા કારણદર્શક નોટિસ અને સમન્સ પાઠવ્યું છે. બનાસકાંઠા જિલ્લા જમીન વિકાસ બેંકની ડીસા શાખાના પ્રતિનિધિની ચૂંટણીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના સભાસદ નરસિંહભાઈ હાથીભાઇ દેસાઈ અને જે. બી. જોષી, બનાસકાંઠા જમીન વિકાસ બેંકમેનેજર કરશનભાઈ હાથીભાઇ જોટાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જોકે, ચૂંટણી અધિકારી દ્વારા કોઈપણ યોગ્ય કાયદેસરના કારણ વગર તેમના ફોર્મ નામંજૂર કરી અન્ય ઉમેદવારોના ફોર્મ મંજૂર કરાયા હોવાનો આક્ષેપ સાથે તેમણે મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ સમક્ષ દાવો દાખલ કર્યો છે. જેમાં મહેસાણા સંયુક્ત રજીસ્ટ્રાર આર. આર. ઝીંબાએ બનાસકાંઠા ખેતી વિકાસ બેંકના મેનેજર અને ચૂંટણી અધિકારી જે. બી. જોષી તેમજ ડીસા શાખાના મેનેજર હેમંત દેસાઇને આજે 12 ઓગસ્ટે હાજર રહેવા કારણદર્શક નોટિસ અને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સહકારી સંસ્થાનું લેણું બાકી ન હોવા છતાં ફોર્મ રદ કર્યાનો કોર્ટમાં દાવો કરાયો, ગોવાભાઇ દેસાઇ સામે આક્ષેપ બંને ઉમેદાવારોએ મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ સમક્ષ દાવો કર્યો છે. તેમાં જણાવ્યું છે કે, બેંકના નિયમ મુજબ ચૂંટણી લડવા પાત્ર છે અને કોઈ પણ પ્રકારના વ્યક્તિગત બાકીદાર નથી. તેમની ઉમેદવારી રદ કરવા માટે દર્શાવવામાં લેણું બાકી હોવાનો આધાર કાયદેસર રીતે અયોગ્ય છે. જેથી તેમણે ચૂંટણી પ્રક્રિયા પર તાત્કાલિક મનાઈ હુકમ (સ્ટે) આપવા, ઉમેદવારી ફોર્મ મંજૂર કરી મતદાર યાદીમાં નામ સામેલ કરવા માંગ કરી છે.જો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો તેમને અણધારી આર્થિક અને સામાજિક હાની પહોંચશે.આ દાવામાં ડીસા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ગોવાભાઈ હમીરાભાઈ દેસાઇ સામે APMC ડીસામાં સેવા દરમિયાન સંસ્થાને રૂ. 4,11,18,543નું નુકસાન પહોંચાડવાનો આક્ષેપો કરાયો છે. ચૂંટણી નિયમાનુસાર પારદર્શક પ્રક્રિયાથી થઇ છે‎ જે. બી. જોષી, બનાસકાંઠા જમીન વિકાસ બેંક મેનેજર‎ પ્રશ્ન: જમીન વિકાસ બેંકની ચૂંટણી પ્રક્રિયા સામે કોર્ટમાં દાવો થયો છે ?‎ જવાબ : ઉમેદવારી ફોર્મની ચકાસણી નિયમો અને ઉપલબ્ધ રેકોર્ડના‎ આધારે જ કરવામાં આવી છે. બેંક દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે ‎બિનપક્ષપાતી અને પારદર્શક રીતે યોજવામાં આવી છે.‎ પ્રશ્ન : ગોવાભાઇ દેસાઇ સામે આર્થિક નુકશાનનો ઉલ્લેખ કરાયો છે. શુ ‎કહેશો‎ જવાબ : આ મુદ્દો નિયમમાં આવતો નથી‎ પ્રશ્ન: કારણ દર્શક નોટિસ અપાઇ છે ?‎ જવાબ : ઓથોરિટી દ્વારા જે નોટિસ આપવામાં આવી છે તેનો નિયમ‎ મુજબ કાયદાકીય સરકારી મંચ પર યોગ્ય જવાબ રજૂ કરવામાં આવશે.‎
    Click here to Read More
    Previous Article
    ટાઉન વેલ્ડીંગ સમિતિમાં બિનસત્તાવાર સભ્યની નિમણૂક થશે:પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓ રચાશે
    Next Article
    આજે દિવાસાથી દશામાના વ્રતનો પ્રારંભ:બજારોમાં મૂર્તિ અને પૂજાપોની ખરીદી માટે ભક્તોની ભારે ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment