Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઉન વેલ્ડીંગ સમિતિમાં બિનસત્તાવાર સભ્યની નિમણૂક થશે:પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓ રચાશે

    16 hours ago

    પાલનપુર નગરપાલિકામાં નવા પદાધિકારીઓએ પદભાર સંભાળ્યા બાદ આજે બુધવારે સામાન્ય સભા યોજાશે. સભામાં વિવિધ સમિતિઓની રચના સાથે ચેરમેનોની વરણી કરવામાં આવશે. મહત્વની સમિતીઓ મેળવવા ભાજપના કેટલાક નગરસેવકોમાં લોબિંગની ચર્ચા વચ્ચે કોને કઈ જવાબદારી મળે છે તેના પર સૌની નજર છે. પાલનપુર નગરપાલિકાની આજે બુધવારે સામાન્ય સભા યોજાશે. સભામાં સૌપ્રથમ ગત સામાન્ય સભાની કાર્યવાહી તેમજ ઠરાવોને બહાલી આપવામાં આવશે. ત્યારબાદ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરી તેના ચેરમેનોની વરણી કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત નગરપાલિકા પરિષદના પત્રને વંચાણે લઈ પરિષદની સામાન્ય સભા માટે બે પ્રતિનિધિના નામ નક્કી કરાશે. ટાઉન વેલ્ડીંગ સમિતિમાં બિનસત્તાવાર સભ્યની પણ નિમણૂક કરવામાં આવશે. ભાજપ શાસિત પાલિકામાં મહત્વની અને મોભાદાર-મલાઈદાર ગણાતી સમિતિઓના ચેરમેનપદ માટે કેટલાક નગરસેવકોએ લોબિંગ શરૂ કર્યું હોવાની ચર્ચા છે. ખાસ કરીને ટાઉન પ્લાનિંગ, બાંધકામ, પાણી પુરવઠો, સેનીટેશન અને સ્ટ્રીટલાઈટ જેવી સમિતીઓ મેળવવા માટે મોવડી મંડળ સુધી રજૂઆતો થઈ હોવાની ચર્ચા વચ્ચે ભાજપ કોને કઈ સમિતિની જવાબદારી સોંપે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.
    Click here to Read More
    Previous Article
    બ.કાં.ના 3 સહિત ઉ.ગુ.ના 26 તાલુકાઓમાં વરસાદ:ખેરાલુ-બાયડમાં પોણો ઇંચ વરસ્યો
    Next Article
    કાર્યવાહી:જિલ્લા ખેતી વિકાસ બેંક મેનેજર અને ડીસા શાખાના મેનેજરને મહેસાણા સંયુક્ત રજિસ્ટ્રારનું સમન્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment