Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ.કાં.ના 3 સહિત ઉ.ગુ.ના 26 તાલુકાઓમાં વરસાદ:ખેરાલુ-બાયડમાં પોણો ઇંચ વરસ્યો

    17 hours ago

    છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 49 ટકા વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ વચ્ચે રાત્રીનાં તાપમાન 1 ડિગ્રી સુધી ઘટ્યું અને દિવસનું તાપમાન સવા 2 ડિગ્રી સુધી વધ્યું હતું. જો કે, ભેજવાળા પવનના કારણે વાતાવરણમાં ઠંડક યથાવત રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વચ્ચે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે.બનાસકાંઠા જિલ્લામાં 10 દિવસ બાદ પાલનપુર 4 મીમી, હડાદ 4 મીમી, દાંતા 5 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે, બનાસકાંઠાના અન્ય તાલુકા તેમજ વાવ થરાદ જિલ્લો વરસાદ વિના કોરો ધાકોર રહ્યો હતો. સોમવાર સાંજે 6 થી મંગળવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના 53 પૈકી 26 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. જેમાં મહેસાણાના ખેરાલુ અને રાત્રીનાં રાત્રીનાં સૌથી વધુ પોણો-પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે એક ડિગ્રીના ઘટાડા સાથે સવારનું તાપમાન 26.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે સવા 2 ડિગ્રીના વધારા સાથે બપોરનું તાપમાન 33.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ઉ.ગુ.ના 49 ટકા વિસ્તારમાં હળવો વરસાદ -મહેસાણા : ખેરાલુમાં પોણો ઇંચ, કડીમાં 4 મીમી, મહેસાણામાં 3 મીમી, સાતલાસણા, વડનગર અને વિજાપુરમાં 2-2 મીમી - પાટણ : હારિજ-ચાણસ્મામાં 2-2 મીમી, સમીમાં 1 મીમી -બનાસકાંઠા : પાલનપુરમાં 6 મીમી, દાંતામાં 5 મીમી, હડાદમાં 4 મીમી, વડગામમાં 2 મીમી, ધાનેરા-કાંકરેજમાં 1-1 મીમી -સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં 4 મીમી, હિંમતનગર-પ્રાંતિજમાં 2-2 મીમી, ઈડર-તલોદમાં 1-1 મીમી - અરવલ્લી : બાયડમાં પોણો ઇંચ, સાઠંબામાં અડધો ઇંચ, માલપુરમાં 10 મીમી, મોડાસામાં 7 મીમી, મેઘરજમાં 4 મીમી, ભિલોડામાં 2 મીમી
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં મહાકાય પૂલ તણાયો, 6 રાજ્યમાં આફત મંડરાઇ, ઇરાનના ડરથી ટ્રમ્પ સિક્રેટ ફ્લાઈટમાં બેઠા
    Next Article
    ટાઉન વેલ્ડીંગ સમિતિમાં બિનસત્તાવાર સભ્યની નિમણૂક થશે:પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓ રચાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment