Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ લખેલી ગાડીએ અક્સ્માત કર્યો:બોપલમાં 6 વાહનોને ટક્કર મારી નશામાં ધૂત વ્યક્તિ ભાન ભૂલ્યો,લોકોએ વિડિઓ વાયરલ કરી પોલીસને જાણ કરી

    8 hours ago

    બોપલ વિસ્તારમાં એક કારે આડેધડ 6 વાહનોને ટક્કર મારી હતી.આ ટક્કર મારનાર કાર પર આગળ પોલીસ લખેલી પ્લેટ જોવા મળી હતી.સ્થાનિકોએ કાર ચાલકને રોક્યો ત્યારે ચાલક નશામાં ધૂત જોવા મળ્યો હતો.કાર ચાલકને કોઈ ભાન જ નહોતું.સ્થાનિકોએ પોલીસ લખેલી પ્લેટ સાથે કારનો વિડિઓ ઉતારી પોલીસને જાણ કરી હતી.બોપલ પોલીસ સ્થળ પરથી કાર ચાલકની અટકાયત કરી ગુનો નોધી તપાસ હાથ ધરી છે.નશામાં ધૂત વ્યક્તિ પોલીસ કર્મચારી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. શહેરના બોપલ વિસ્તારમાં રહેતા નિશિથ શાહે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના અક્ષરધામ બંગલોઝના નિવાસ્થાને હતા.આ દરમિયાન તેમના ઘરની બહાર સાંજના 8:30 વાગ્યાની આસપાસ જોરથી અવાજ આવતા તેઓ બહાર ગયા ત્યારે એક ગ્રે કલરની i10 ગાડીનો ચાલક બેદરકારી રીતે ગાડી ચલાવી તેમની ડસ્ટર ગાડીને અથડાવી આગળ જઈ રહ્યો હતો. i10 ગાડીનો ચાલક થોડી આગળ જઈને ઉભો રહી ગયો હતો.i10 ગાડીના ચાલકે એક વાહન નહીં પરંતુ બે ફોર વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને પણ ટક્કર મારી હતી. અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.જ્યારે અકસ્માત કરનાર i 10 ગાડી પર પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી.જ્યારે સ્થાનિકોએ આ પોલીસ લખેલી કારમાં બેઠેલા વ્યક્તિને રોક્યો ત્યારે કારચાલકને કોઈ હોશ જ ન્હોતા. કારચાલક સંપૂર્ણ દારૂના નશામાં હોય તેમ લાગી રહ્યું હતું.સ્થાનિકોએ કારચાલકનો વિડીયો ઉતારીને પોલીસને જાણ કરતા બોપલ પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે સ્થળ પર તપાસ કરી અકસ્માત કરનાર પ્રદ્યુમનસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી. આ સમગ્ર પ્રકરણનો વિડીયો વાયરલ થયો તેમાં અકસ્માત કરનાર કારમાં આગળ પોલીસ લખેલી પ્લેટ હતી તે સ્પષ્ટ દેખાય છે અને કારનો ચાલક પણ નશામાં ધૂત હોવાનો દેખાઈ રહ્યું છે.છતાં પોલીસ દ્વારા ગાડીમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પડી હોવાનો ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.આ ઉપરાંત આકસ્માત કરનાર પોલીસ કર્મચારી છે કે કેમ તેનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    Alexander Zverev vs Ben Shelton LIVE, US Open Men's Singles Final: Zverev To Serve For Match After Breaking Sheldon Twice In Set 4
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ક્રિકેટ મેચમાં પહેલી વાર વંદેમાતરમ ગવાયું; વિમેન્સ ટીમે એશિયા કપ જીત્યો, PCB ચીફ પાસેથી ટ્રોફી ન લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment