Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુરના વૌવામાં હિંસક પ્રાણીના હુમલા બાદ સ્થાનિકોમાં ફફડાટ:દિવસ-રાત બંદૂક-ધારીયા, લાકડી-ધોકા સાથે 200 લોકોની પહેરેદારી; ફોરેસ્ટનું રાત્રે સર્ચ અને દિવસે ડ્રોન સર્વેલન્સ

    19 hours ago

    પાટણના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં છેલ્લા ત્રણેક દિવસથી હિંસક જંગલી પ્રાણીના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. અજ્ઞાત પ્રાણીએ 20થી વધુ લોકો અને 10થી વધુ પશુઓ પર હુમલો કર્યો હતો જેમાં બે પશુઓના મોત થયાનો પણ દાવો કરાયો હતો. આ બધા વચ્ચે આ હુમલા કોઈ વન્યપ્રાણીએ નહીં, પરંતુ હડકાયા શ્વાને કર્યા હોવાની વનવિભાગે સ્પષ્ટતા કરી છે. સાથે જ વનવિભાગની તપાસ દરમિયાન તે હડકાયું શ્વાન પણ મૃત હાલતમાં મળી આવ્યું છે. વનવિભાગની સ્પષ્ટતા બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ છેલ્લા 3 દિવસમાં ભયના માહોલ વચ્ચે કેવી રીતે સમય પસાર કર્યો તે વિશે ભાસ્કરને જણાવતા ગ્રામજનોએ કહ્યું કે પરિવાર અને પશુઓની સુરક્ષા માટે ગામના 200થી વધુ લોકો રાત્રે હાથમાં બંદૂક, ધારીયા, લાકડી, ધોકા અને ટોર્ચ લઈને ગામની ચારેય તરફ પહેરેદારી કરતા હતા. 4 તસવીરોમાં જુઓ લોકોનો ફફડાટ 20થી વધુ ઈજાગ્રસ્તો વિવિધ હોસ્પિટલમાં ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 20થી વધુ લોકોને પ્રાણીએ અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સાંતલપુર, પાટણ, રાધનપુર, મહેસાણા અને અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા છે. કેટલાક ઈજાગ્રસ્તોની હાલ પણ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. પશુઓ પર પણ હુમલો, બે પશુઓના મોત પ્રાણીના હુમલાથી પશુપાલકોમાં પણ ભારે ચિંતા ફેલાઈ હતી. ગ્રામજનોના દાવા મુજબ, 10થી વધુ પશુઓ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં બે નાના પશુઓના મોત થયા છે. પશુપાલન પર નિર્ભર પરિવારો પોતાના ઢોર-ઢાંખરની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા. બાળકોને ઘરમાં રાખી ગ્રામજનો રાતભર ચોકીદારી કરે છે પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે ગ્રામજનો રાત્રે ઊંઘ્યા વિના પોતાના પરિવાર અને પશુઓની સુરક્ષા માટે પહેરો આપી રહ્યા હતા. યુવાનો અને પશુપાલકો હાથમાં ધોકા, લાકડીઓ તથા ટોર્ચ લઈને ગામના રસ્તાઓ અને ચોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. કેટલાક પરિવારો બાળકોને રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા દેતા હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. શ્વાન હડકાયો હોય ત્યારે તેના વર્તનમાં આક્રમકતા જોવા મળે છે: DCF પાટણના DCF એન.જે. પરમારે કહ્યું કે વિસ્તારના CCTV ફૂટેજ ચકાસ્યા હતા. તેમાં સવારે આશરે 8 વાગ્યે એક કૂતરો જોવા મળ્યો હતો. બાદમાં આ કૂતરો મૃત હાલતમાં મળતા વનવિભાગની ટીમે તેનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. વનવિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે શ્વાન હડકાયો હોય ત્યારે તેના વર્તનમાં આક્રમકતા જોવા મળે છે અને આવા સંજોગોમાં લોકો પર હુમલાની ઘટનાઓ બની શકે છે. વૌવા ગામની ઘટનામાં પણ ઉપલબ્ધ પુરાવા અને તપાસના આધારે હડકાયા સ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર તપાસ બાદ હાલના તબક્કે વન્યપ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના દાવાને વનવિભાગે ફગાવી દીધો છે. CCTV ફૂટેજ, સ્થળ તપાસ અને રાત્રિ દરમિયાન કરવામાં આવેલા પેટ્રોલિંગના આધારે સ્વાનના હુમલાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. વૌવામાં અજ્ઞાત પ્રાણીના આતંકનો સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં 24 તાલુકામાં 10 મિમી સુધીનો વરસાદ:1થી 7 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી; રાજ્યમાં 14% ઓછો વરસાદ વરસ્યો
    Next Article
    સાપે ડંખ મારવાનું છોડ્યું, ગ્રામજનોએ નબળો સમજીને અધમૂઓ કરી નાખ્યો:સંતની સાપને સલાહ- શાંત રહેવું સારું, પણ ભલમનસાઈને નબળાઈ ન બનવા દો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment