Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેદરકારી:લાખોટા તળાવની કેનાલમાં સફાઈના બે જ મહિનામાં કચરાના ઢગલા: સફાઇ ફરી ક્યારે

    1 day ago

    જામનગર શહેરના હૃદયસમા અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતા ઐતિહાસિક લાખોટા તળાવની સુંદરતા અને સ્વચ્છતા સામે મોટો ખતરો ઉભો થયો છે. તળાવમાં પાણી લાવતી મુખ્ય કેનાલમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી તેને માંડ બે મહિનાનો સમય થયો છે, ત્યાં ફરી એકવાર આખી કેનાલ કચરાના ઢગલાથી ખદબદી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સુન સફાઈ કામગીરીનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય દેખરેખના અભાવે અને જવાબદાર તંત્રની ઘોર બેદરકારીના કારણે કેનાલમાં ફરીથી પ્લાસ્ટિક, કચરો અને ગંદકી જમા થઈ ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે ચાલુ સાલે મોસમ દરમિયાન આ કેનાલમાં એક પણ વખત પાણી આવ્યું નથી, છતાં પાણી આવે તે પહેલાં જ કચરાના ગંજ ખડકાઈ ગયા છે. હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે જો શહેરમાં ધોધમાર વરસાદ પડે, તો કેનાલમાં જમા થયેલો આ ટનબંધ કચરો ઘસડાઈને સીધો લાખોટા તળાવમાં ઠલવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જો આમ થશે તો તળાવનું પાણી દૂષિત થશે અને જળચર જીવો સામે પણ જોખમ ઊભું થશે. સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમીઓમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ કેનાલની ફરીથી યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    4 નાયબ મામલતદારની અરસ પરસ બદલી, 6ને વધારાનો ચાર્જ:કલેક્ટર દ્વારા આંતરિક ફેરફાર કરીને નવી જવાબદારી સોંપાઈ‎
    Next Article
    દેશની 2500 મેડિકલ કોલેજનું મુલ્યાંકન‎:જામનગરની મેડિકલ કોલેજે ઇન્ફ્રાસ્ટ્રાકચર પ્રશિક્ષણ પદ્ધતિથી દેશમાં 47મો ક્રમ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment