Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 નાયબ મામલતદારની અરસ પરસ બદલી, 6ને વધારાનો ચાર્જ:કલેક્ટર દ્વારા આંતરિક ફેરફાર કરીને નવી જવાબદારી સોંપાઈ‎

    एक दिन पहले

    જામનગર જિલ્લા વહીવટી તંત્રમાં કલેક્ટર પી. બી. પંડ્યા દ્વારા 4 નાયબ મામલતદારોની આંતરિક બદલી અને ૬ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવાના હુકમો કરવામાં આવ્યા છે. જિલ્લામાં બદલી મંજૂર કરાયેલા અધિકારીઓમાં કલેક્ટર કચેરીના અછત નાયબ મામલતદાર ડી. જી. ત્રિવેદીને જામજોધપુર, લાલપુર મામલતદાર (પુરવઠા) વી. આર. લગારીયાને જામનગર કલેક્ટર કચેરી, જામજોધપુર મામલતદાર કચેરીના રવિરાજસિંહ ડી. ઝાલાને જામનગર સ્થિત ગુજરાત રાજ્ય સહકારી અને ગ્રામીણ વિકાસ બેંકના ખાસ વસૂલાત અધિકારી તરીકે તથા લાલપુર મામલતદાર (મહેકમ) વી. ટી. નંદાસણાને લાલપુર કચેરી ખાતે નાયબ મામલતદાર (પુરવઠા) તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, વહીવટી કામગીરીને વેગ આપવા જામનગર ગ્રામ્યના નાયબ મામલતદાર વી. એચ. ગોહીલને સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે જોડિયાના નાયબ મામલતદાર આર. બી. બાવરવાને ઠેબા ઘાસ ડેપો (જોડિયા અને ધ્રોલ તાલુકા માટે), લાલપુરના નાયબ મામલતદાર એચ. બી. સોલંકીને ખડખંભાળીયા ઘાસ ડેપો (લાલપુર તાલુકા માટે), જામનગર ગ્રામ્યના નાયબ મામલતદાર ડી. જે. સ્વામીને ઠેબા ઘાસ ડેપો (જામનગર તાલુકા માટે) અને જામજોધપુરના નાયબ મામલતદાર એમ. સી. ટમાલીયાને જામજોધપુર ઘાસ ડેપોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પબજી ગેમથી મિત્રતા કેળવી, સંબંધ તૂટતા બ્લેકમેઇલિંગ‎:છાત્રાના ફોટા-વીડિયો મોકલી 5 લાખ ખંડણી માંગનાર ઝબ્બે
    Next Article
    બેદરકારી:લાખોટા તળાવની કેનાલમાં સફાઈના બે જ મહિનામાં કચરાના ઢગલા: સફાઇ ફરી ક્યારે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment