Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશની 2500 મેડિકલ કોલેજનું મુલ્યાંકન‎:જામનગરની મેડિકલ કોલેજે ઇન્ફ્રાસ્ટ્રાકચર પ્રશિક્ષણ પદ્ધતિથી દેશમાં 47મો ક્રમ મેળવ્યો

    1 day ago

    જામનગરની પ્રતિષ્ઠિત શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કૉલેજે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ એક સુવર્ણ સિદ્ધિ પોતાના નામે કરી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (આઇઆઇઆરએફ)દ્વારા જાહેર કરાયેલા તાજેતરના નેશનલ રેન્કિંગમાં કૉલેજે 1000માંથી 890.80 ગુણ મેળવીને દેશભરની કૉલેજોમાં 47મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ પ્રથમ વખત કૉલેજે દેશની ટોપ-50 મેડિકલ કૉલેજની યાદીમાં સ્થાન મેળવી નવો ઇતિહાસ રચ્યો છે. જ્યારે ગુજરાત રાજ્યની સરકારી મેડિકલ કૉલેજોમાં બીજો ક્રમ હાંસલ કરીને જામનગરનું ગૌરવ વધાર્યું છે. સાત દશકાથી જામનગરના આંગણે તબીબોના ઘડતરમાં મહત્વપુર્ણ યોગદાન પુરુ પાડનારી મેડીકલ કોલેજે સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે માનવંતુ સ્થાન અપાવ્યુ છે. જામનગર ખાતે એમ.પી.શાહ મેડિકલ કૉલેજની સ્થાપના ઓગસ્ટ 1954માં થઈ હતી. આ કૉલેજ સૌરાષ્ટ્ર વિસ્તારની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સરકારી મેડિકલ કૉલેજ પૈકીની એક છે. સ્થાપનાકાળથી જ આ સંસ્થાએ ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ અને સામાજિક સેવાનો મજબૂત પાયો નાખ્યો છે. દર વર્ષે અહીંથી ઉત્તીર્ણ થતા તબીબો દેશ-વિદેશમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા છે.બીજી બાજુ વ્યાપક શિક્ષણ સુવિધાઓને કારણે કૉલેજમાં બેઠકોનો વ્યાપ સતત વધતો રહ્યો છે.એમબીબીએસ(યુજી)માં વાર્ષિક 250 વિધાર્થીઓ માટે સીટો મંજુર થઇ છે. જયારે પોષ્ટ ગ્રેજયુએશન(એમડી-એમએસ )માં 207 બેઠક, વિવિધ સુપર-સ્પેશિયાલિટી 06 બેઠક ઉપલબ્ધ હોવાનુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.દિન-પ્રતિદિન વધતી સીટો અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણને કારણે રાજ્યભરના મેરિટોરિયસ વિદ્યાર્થીઓ માટે આ કૉલેજ પ્રથમ પસંદગી બની રહી છે. આધારભૂત માપદંડો: કયા આધારે મળ્યું ઉત્કૃષ્ટ રેન્કિંગ? આઇઆઇઆરએફના સર્વેક્ષણ મુખ્યત્વે નીચેના ચોક્કસ પેરામીટર્સ પર આધારિત હતું જેમાં 1. ફેકલ્ટીની ગુણવત્તા: અનુભવી અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રોફેસરો. 2. પ્રશિક્ષણ પદ્ધતિ: વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ તાલીમ અને પેડાગોજી. 3. રિસર્ચ અને પબ્લિકેશન: ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત સંશોધન પત્રો. 4. પ્લેસમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: કેમ્પસ પ્લેસમેન્ટ અને મેડિકલ સાધનોની ઉપલબ્ધતા. મેડિકલ કોલેજમાં 315 ફેકલ્ટીઝ,‎1000થી વધુ સપોર્ટીંગ સ્ટાફ‎ મેડીકલ કોલેજમાં દર વર્ષે યુજી-પીજીના 450થી વધુ તબીબી‎વિધાર્થીઓ માટે 315 તબીબી ફેકલ્ટીઝ છે.જે મેડીકલ સિવાય‎ડેન્ટલ, ફીઝયોથેરાપી નસિંગમાં પણ ફરજ બજાવે છે.રાજયમાં‎એકમાત્ર મલ્ટી ડિસિપ્લેનરી રિસર્ચ યુનિટ પણ ગત વર્ષ 2012થી‎કાર્યરત છે.જેને પણ સમગ્ર ભારતમાં સાતમો ક્રમ મળ્યો હતો.‎ કોલેજ સંલગ્ન જીજીની અંદાઝે 2000 બેડની ક્ષમતા મેડીકલ કૉલેજ સંલગ્ન ગુરુ ગોવિંદસિંઘ (GG) હોસ્પિટલ અંદાઝે 2000 બેડની ક્ષમતા ધરાવે છે.જયારે મોડ્યુલર ઓપરેશન થિયેટર, અદ્યતન MRI અને CT-Scan મશીન, રેર ડિસીઝ ક્લિનિક, અને આધુનિક ICU લેબ સહિતની સુવિધા સાથે સંશોધન અર્થે સેન્ટ્રલ રિસર્ચ લેબોરેટરી અને ડિજિટલ સેન્ટ્રલ લાઇબ્રેરીથી સુસજ્જ કેમ્પસ ધરાવે છે.
    Click here to Read More
    Previous Article
    બેદરકારી:લાખોટા તળાવની કેનાલમાં સફાઈના બે જ મહિનામાં કચરાના ઢગલા: સફાઇ ફરી ક્યારે
    Next Article
    2 Dead, 6 Injured After Fire Breaks Out In Residential Building In Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment