Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખાડી કાંઠે મોતને આમંત્રણ આપતો રસ્તો:નવાગામ-ડિંડોલી ખાડી કાંઠે રેલિંગ કે લાઈટ વગરનો રસ્તો, અકસ્માતમાં કોઈનો ભોગ લેવાય તે પહેલાં તંત્રની આંખ ઉઘડશે કે નહીં?

    14 hours ago

    સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ખાડીપૂરની ગંભીર પરિસ્થિતિ બાદ પણ ખાડીકાંઠે સુરક્ષા બાબતે સુરત મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. નવાગામથી ડિંડોલી રેલવે ફાટક નજીક આવેલો મણિનગર તરફ જતો માર્ગ હાલ અત્યંત જોખમી બન્યો છે. એક તરફ ઊંડી ખાડી અને બીજી તરફ રેલવે ટ્રેકની વચ્ચે આવેલા આ રસ્તા પર સુરક્ષા રેલિંગ કે પૂરતી લાઈટિંગ ન હોવાથી વાહનચાલકો સતત અકસ્માતના ભય હેઠળ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. 12 ફૂટ પહોળા રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા આશરે 10થી 12 ફૂટ પહોળા રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે રાત્રિના સમયે વાહન સહેજ પણ બેલેન્સ ગુમાવે તો સીધું ખાડીમાં ધકેલાઈ જવાનો ભય રહે છે. ચોમાસા દરમિયાન ખાડીમાં પાણીનું સ્તર વધતાં રસ્તો અને ખાડી એક થઈ જાય છે, જે મોટી જાનહાનિ નોતરી શકે છે. તદુપરાંત, સાંજના સમયે રસ્તા પર શાકભાજી અને માછલી વેચનારાઓના લારી-ગલ્લાંના દબાણોને કારણે રસ્તો માંડ 6થી 7 ફૂટ જેટલો જ ખુલ્લો રહે છે, જેથી વાહન વ્યવહાર વધુ જોખમી બને છે. પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં મનપા તંત્ર દ્વારા રસ્તાની મરામત, પ્રોટેક્શન રેલિંગ કે સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવી નથી. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ રસ્તાના ખાડા પૂરે, ખાડી તરફ મજબૂત પ્રોટેક્શન રેલિંગ બનાવે, પૂરતા લાઈટિંગની વ્યવસ્થા કરે અને રસ્તા પર થતાં અડચણરૂપ દબાણો દૂર કરાવે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બે દિવસ અડધાથી 1 ઇંચ વરસાદની આગાહી:ઉકાઈ ડેમની સપાટી 334.54 ફૂટે સ્થિર, ઇનફ્લો ઓછો હોવાથી દરવાજા હજુ બંધ
    Next Article
    સોશિયલ મીડિયા પર દોસ્તી પડી મોંઘી:સ્નેપચેટથી પરિણીતાને જાળમાં ફસાવી રૂ. 2.80 લાખ અને સોનાના દાગીના પડાવ્યા, શારીરિક શોષણ પણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment