Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયા પર દોસ્તી પડી મોંઘી:સ્નેપચેટથી પરિણીતાને જાળમાં ફસાવી રૂ. 2.80 લાખ અને સોનાના દાગીના પડાવ્યા, શારીરિક શોષણ પણ કર્યું

    12 hours ago

    સુરતના કાપોદ્રા વિસ્તારમાં સોશિયલ મીડિયા એપ 'સ્નેપચેટ' મારફતે થયેલી મિત્રતા એક પરિણીતા માટે ગંભીર આફત બનીને સામે આવી છે. કાપોદ્રામાં રહેતી પરિણીતાનો ફેબ્રુઆરી 2026માં જકાતનાકા ખાતે રહેતા ટોનીશ ઉર્ફે જૈનીલ ઘનશ્યામભાઈ પડસાળા સાથે પરિચય થયો હતો. વિશ્વાસ સંપાદિત કર્યા બાદ આરોપીએ બ્લેકમેઇલિંગ, દુષ્કર્મ અને લાખો રૂપિયા તથા દાગીના પડાવી લીધા હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે કાપોદ્રા પોલીસે મુખ્ય આરોપી અને તેના મિત્રની ધરપકડ કરી છે. આરોપીએ રૂ.2.80 લાખ રોકડા પડાવી લીધા મળતી માહિતી મુજબ, આરોપી ટોનીશે પહેલાં પોતે સાયબર ક્રાઇમના કેસમાં ફસાયો હોવાનું ખોટું નાટક રચી પોલીસ અને વકીલોને પૈસા આપવાના બહાને નાણાં માંગ્યા હતા. ત્યારબાદ તેણે પરિણીતાના પતિને સ્નેપચેટના સ્ક્રીનશોટ બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ રીતે ડર બતાવીને આરોપીએ તબક્કાવાર રૂ. 2.80 લાખ રોકડા પડાવી લીધા હતા. આટલેથી ન અટકતા, આરોપીએ પરિણીતાની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. સોનાના દાગીના બળજબરીથી કઢાવી લીધા હતા આરોપીની લાલચ વધતાં તેણે પરિણીતાને ધમકાવીને સોનાની રુદ્રાક્ષની માળા, પાટલા, મંગળસૂત્ર, વીંટીઓ, હાર, બુટ્ટી, કડલી, પોચા અને પેન્ડલ સહિતના કિંમતી સોનાના દાગીના બળજબરીથી કઢાવી લીધા હતા. દાગીના પડાવવાના આ સમગ્ર કાવતરામાં ટોનીશને તેના મિત્ર આશિષ વેકરીયાએ પણ સાથ આપ્યો હતો. બંને આરોપીઓની ધરપકડ આરોપીઓના અસહ્ય માનસિક, આર્થિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી ટોનીશ ઉર્ફે જેનીલ પડસાળા અને તેના સાગરીત આશિષ વેકરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ખાડી કાંઠે મોતને આમંત્રણ આપતો રસ્તો:નવાગામ-ડિંડોલી ખાડી કાંઠે રેલિંગ કે લાઈટ વગરનો રસ્તો, અકસ્માતમાં કોઈનો ભોગ લેવાય તે પહેલાં તંત્રની આંખ ઉઘડશે કે નહીં?
    Next Article
    મંજૂરી વિના સ્થળ ફેરફાર કરતી શ્યામ-ઘનશ્યામ સ્કૂલ પર DEOની તવાઈ:સરપ્રાઈઝ ચેકિંગમાં કેશવનગરમાં મંજૂરી છતાં જુહાપુરામાં સ્કૂલ ચાલતી હતી, DEOએ બંને મેનેજમેન્ટ પાસે ખુલાસો માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment