Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંજૂરી વિના સ્થળ ફેરફાર કરતી શ્યામ-ઘનશ્યામ સ્કૂલ પર DEOની તવાઈ:સરપ્રાઈઝ ચેકિંગમાં કેશવનગરમાં મંજૂરી છતાં જુહાપુરામાં સ્કૂલ ચાલતી હતી, DEOએ બંને મેનેજમેન્ટ પાસે ખુલાસો માંગ્યો

    11 hours ago

    અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કેશવનગર વિસ્તારમાં મંજૂરી ધરાવતી શ્યામ હાઈસ્કૂલ અને ઘનશ્યામ પ્રાથમિક સ્કૂલ તેમજ અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસના મેનેજમેન્ટને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષણ નિરીક્ષકની ટીમ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન શાળા દ્વારા વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના જ આખું કેમ્પસ અન્ય સ્થળે શિફ્ટ કરી દીધું હોવાનું સામે આવતાં આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સરપ્રાઈઝ ચેકિંગમાં મંજૂર થયેલા સ્થળે શાળા ચાલતી ન હતી મળતી માહિતી મુજબ, ઘનશ્યામ પ્રાથમિક અને શ્યામ હાઈસ્કૂલને કેશવનગરમાં શાળા ચલાવવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવેલી છે. પરંતુ DEO કચેરીની ટીમે જ્યારે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું ત્યારે મંજૂર થયેલા સ્થળે શાળા ચાલતી ન હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, શાળા સંચાલકોએ કોઈ પણ પરવાનગી લીધા વિના જ જુહાપુરા ખાતે આવેલી 'અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન'ના કેમ્પસમાં સ્થળ ફેરફાર કરી દીધો હતો. શાળાના કેમ્પસમાં ગેરકાયદેસર રીતે સ્થળ ફેરફાર અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તપાસ અહેવાલ મુજબ આ શાળામાં પ્રાથમિક વિભાગના 173 અને માધ્યમિક વિભાગના 17 મળીને કુલ 190 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. તંત્રની મંજૂરી વગર જ અન્ય શાળાના કેમ્પસમાં ગેરકાયદેસર રીતે સ્થળ ફેરફાર કરવા બદલ શ્યામ ઘનશ્યામ સ્કૂલ અને જુહાપુરા સ્થિત શાળાના મેનેજમેન્ટ – બંને પાસે તમામ આધાર-પુરાવા સાથે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. સંચાલકોને ખુલાસો કે યોગ્ય પુરાવા રજૂ કરવા આદેશ DEO તંત્રે સ્પષ્ટતા કરી છે કે બંને શાળાના સંચાલકો દ્વારા રજૂ કરવામાં આવનારા ખુલાસા અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો સંચાલકો સંતોષકારક ખુલાસો કે યોગ્ય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો નિયમોનુસાર શાળા સામે કડકમાં કડક કાયદાકીય અને વહીવટી સજ્જડ કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયા પર દોસ્તી પડી મોંઘી:સ્નેપચેટથી પરિણીતાને જાળમાં ફસાવી રૂ. 2.80 લાખ અને સોનાના દાગીના પડાવ્યા, શારીરિક શોષણ પણ કર્યું
    Next Article
    મહેસાણાના બે અધિકારીઓ વિદેશમાં, સરકારનો ‘45 દિવસનો’ આદેશ:DDOના પ્રવાસે મંજૂરીનો સવાલ!, કલેક્ટર 1 સપ્ટેમ્બર સુધી રજા પર; GADએ વિદેશ પ્રવાસના નિયમો કડક કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment