Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના બે અધિકારીઓ વિદેશમાં, સરકારનો ‘45 દિવસનો’ આદેશ:DDOના પ્રવાસે મંજૂરીનો સવાલ!, કલેક્ટર 1 સપ્ટેમ્બર સુધી રજા પર; GADએ વિદેશ પ્રવાસના નિયમો કડક કર્યા

    10 hours ago

    સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના અંગત હેતુસરના વિદેશ પ્રવાસને લઈને ગુજરાત સરકારે 11 ઓગસ્ટે મહત્વનો ઠરાવ બહાર પાડ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના આ ઠરાવમાં વિદેશ પ્રવાસ માટે 45 દિવસ અગાઉ અરજીથી લઈને રજા, ખર્ચ, સ્પોન્સર, પરિવારના સભ્યો, વિદેશી આતિથ્ય અને પૂર્વ મંજૂરી સહિતની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. આ આદેશ વચ્ચે મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને DDO અંચુ વિલ્સન બંને વિદેશ રજા પર હોવાની બાબત ચર્ચામાં આવી છે. જોકે, બંને અધિકારીઓ આજના આદેશ પહેલાં જ વિદેશ ગયા છે, એટલે નવા 45 દિવસના નિયમને તેમના પ્રવાસ પર સીધો લાગુ કરવાનો પ્રશ્ન નથી. પરંતુ સરકારના આજના આદેશમાં અગાઉથી રહેલી મંજૂરીની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કલેક્ટર એસ.કે. પ્રજાપતિ જરૂરી મંજૂરી લઈને વિદેશ ગયા છે, જ્યારે DDO અંચુ વિલ્સન જરૂરી મંજૂરી વગર ગયા હોવાની ચર્ચા વહીવટી વર્તુળોમાં છે. આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજી બાકી છે. કલેક્ટર 5 દિવસથી વિદેશમાં, 1 સપ્ટેમ્બર સુધી રજા મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિ છેલ્લા પાંચ દિવસથી વિદેશ પ્રવાસે છે અને 1 સપ્ટેમ્બર સુધી રજા પર હોવાનું જાણવા મળે છે. તેમના વિદેશ પ્રવાસ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. કલેક્ટરની ગેરહાજરી દરમિયાન જિલ્લા વહીવટની કામગીરી માટે મહેસાણા મ્યુનિસિપલ કમિશનરને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે કલેક્ટરના કિસ્સામાં રજા અને વિદેશ પ્રવાસની મંજૂરી અંગે હાલ કોઈ વિવાદનો મુદ્દો નથી. DDO અંચુ વિલ્સન 3 ઓગસ્ટથી વિદેશમાં બીજી તરફ મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સન 3 ઓગસ્ટથી વિદેશ રજા પર ગયા હોવાની માહિતી છે. અહીં મુખ્ય સવાલ એ છે કે તેમણે વિદેશ પ્રવાસ માટે જરૂરી પૂર્વ મંજૂરી મેળવી હતી કે નહીં? વહીવટી વર્તુળોમાં એવી ચર્ચા છે કે DDO અંચુ વિલ્સન જરૂરી મંજૂરી વગર વિદેશ ગયા છે. ખાસ કરીને આજના GADના ઠરાવમાં સ્પષ્ટ કરાયું છે કે માત્ર રજા મંજૂર કરાવવી પૂરતી નથી; વિદેશ પ્રવાસ માટે સક્ષમ સત્તાધિકારીની અલગથી પૂર્વ મંજૂરી ફરજિયાત છે. જો અંચુ વિલ્સનના કિસ્સામાં ખરેખર આવી મંજૂરી લેવામાં આવી ન હોવાનું સત્તાવાર રીતે બહાર આવે તો સમગ્ર મામલો ગંભીર બની શકે છે. આજના GADના આદેશમાં અધિકારીઓ માટે શું-શું શરતો? 45 દિવસ પહેલાં અરજી ફરજિયાત સામાન્ય સંજોગોમાં અંગત હેતુસર વિદેશ પ્રવાસની અરજી પ્રવાસની તારીખથી ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે. વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની અરજી સંબંધિત કચેરી/ખાતાના વડા/વિભાગના વડા મારફતે સંબંધિત સંવર્ગ સંચાલક સત્તાધિકારી (CCA) ને મોકલવાની રહેશે. વર્ગ-3ના કર્મચારીઓની અરજી સંબંધિત કચેરી મારફતે ખાતાના વડાને મોકલવાની રહેશે. વિદેશ જવાનો હેતુ સ્પષ્ટ કરવો પડશે અરજીમાં પ્રવાસનો ચોક્કસ હેતુ દર્શાવવો ફરજિયાત છે. તેમાં પર્યટન, મનોરંજન, તીર્થયાત્રા, પારિવારિક પ્રવાસ, શૈક્ષણિક હેતુ, સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ, કોઈ સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ/સમારંભ, અન્ય હેતુ, જે હોય તે સ્પષ્ટ જણાવવું પડશે. સાથે જ અધિકારી સામે ખાતાકીય તપાસ કે ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે કે નહીં, તેમજ કોઈ અદાલતે દેશ છોડવા અંગે પ્રતિબંધ મૂક્યો છે કે નહીં તેની હકીકતલક્ષી માહિતી આપવી પડશે. રજા અને વિદેશ પ્રવાસની મંજૂરી અલગ સરકારના આદેશની સૌથી મહત્વની શરત છે કે માત્ર રજા મંજૂર થઈ હોય તે પૂરતું નથી. વિદેશ પ્રવાસ માટે સક્ષમ સત્તાધિકારીની અલગથી પૂર્વ મંજૂરી લેવી પડશે. વિદેશ પ્રવાસની રજા પૂરી થતાં જ અધિકારીએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. પ્રવાસનો ખર્ચ ક્યાંથી આવશે તે જણાવવું પડશે પ્રવાસ, રહેવા-જમવા અને અન્ય ખર્ચનો અંદાજ તથા તેની વ્યવસ્થા કયા સ્ત્રોતમાંથી કરવામાં આવશે તેની વિગતો આપવી પડશે. જો કોઈ સ્પોન્સર હોય તો તેની વિગતો પણ આપવી પડશે. વિદેશી આતિથ્ય પર પણ નિયંત્રણ સરકાર દ્વારા મંજૂર કરાયેલી પરિસ્થિતિ સિવાય અધિકારી કે કર્મચારી Foreign Hospitality એટલે કે વિદેશી આતિથ્ય સ્વીકારી શકશે નહીં. વિદેશ જઈને ખાનગી ધંધો નહીં કરી શકાય સરકારી અધિકારી કે કર્મચારી વિદેશ પ્રવાસ દરમિયાન ખાનગી ધંધો કે વ્યવસાય કરી શકશે નહીં. પરિવાર સાથે જાય તો તેમની વિગતો પણ આપવી પડશે અધિકારી સાથે વિદેશ પ્રવાસે જનાર કુટુંબના આશ્રિત સભ્યોની વિગતો પણ અરજીમાં રજૂ કરવાની રહેશે. જો પતિ-પત્ની બંને સરકારી સેવામાં હોય તો બંનેએ પોતાની-પોતાની કચેરી મારફતે રજા અને અંગત હેતુસર વિદેશ પ્રવાસ બંને માટે અલગથી મંજૂરી લેવાની રહેશે. મંજૂરી આપતી વખતે સરકાર શું જોશે? સરકારના આદેશ મુજબ માત્ર અરજી આવી એટલે મંજૂરી આપવી ફરજિયાત નથી. સક્ષમ સત્તાધિકારી વિવિધ બાબતો ધ્યાનમાં લઈને નિર્ણય કરશે. સુરક્ષાના હિતમાં વિદેશ પ્રવાસની મંજૂરી નકારી શકાય છે. આ ઉપરાંત ગંભીર આક્ષેપોને પગલે ખાતાકીય તપાસ ચાલી રહી હોય, ફોજદારી કાર્યવાહી ચાલી રહી હોય અથવા કોઈ અદાલતે દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હોય, તો વિદેશ પ્રવાસની મંજૂરી આપવામાં આવશે નહીં. કયા અધિકારીને મંજૂરી આપવાની સત્તા? 30 દિવસમાં નિર્ણય આપવો પડશે સક્ષમ સત્તાધિકારીએ અરજી મળ્યાની તારીખથી 30 દિવસની અંદર અધિકારી/કર્મચારીને પોતાના નિર્ણયની જાણ કરવી પડશે. અસાધારણ સંજોગોમાં યોગ્ય કારણોસર સમયમર્યાદા જાળવી ન શકાય તો પરિસ્થિતિ અને કારણોને ધ્યાનમાં લઈને વિદેશ પ્રવાસ મંજૂર કરનાર અધિકારી વિવેકાધીન નિર્ણય લઈ શકશે. મંજૂરી વગર વિદેશ ગયા તો સીધી શિસ્તભંગની કાર્યવાહી! આજના ઠરાવની સૌથી ગંભીર જોગવાઈ મુજબ સરકારની પૂર્વ મંજૂરી વિના અંગત હેતુસર વિદેશ પ્રવાસ કરવો ‘ગંભીર ગેરવર્તણૂક (Gross Misconduct)’ ગણાશે. આવા કિસ્સામાં ગુજરાત મુલ્કી સેવા (વર્તણૂક) નિયમો, 1971ના ભંગ બદલ શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણાના બંને અધિકારીઓના કિસ્સામાં હવે ચર્ચાનો કેન્દ્ર શું? એક તરફ કલેક્ટર એસ.કે. પ્રજાપતિ મંજૂરી લઈને વિદેશ ગયા હોવાનું જાણવા મળે છે અને તેમની ગેરહાજરીમાં મ્યુનિસિપલ કમિશનરને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ 1 સપ્ટેમ્બર સુધી રજા પર છે. બીજી તરફ DDO અંચુ વિલ્સન 3 ઓગસ્ટથી વિદેશમાં છે અને તેમના પ્રવાસ માટે જરૂરી પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે ચર્ચા છે. અહીં એક મહત્વની બાબત ફરીથી સ્પષ્ટ કરવી જરૂરી છે કે આજનો GADનો આદેશ 11 ઓગસ્ટે થયો છે, જ્યારે બંને અધિકારીઓ અગાઉથી રજા પર છે. તેથી 45 દિવસ પહેલાં અરજી કરવાની નવી શરત તેમના ચાલુ પ્રવાસ માટે સીધી રીતે લાગુ થતી નથી. પરંતુ વિદેશ પ્રવાસ માટેની પૂર્વ મંજૂરીની આવશ્યકતા અને લાગુ નિયમો અંગે તેમના કિસ્સામાં દસ્તાવેજો મહત્વના રહેશે. હવે સવાલ એક જ: DDO અંચુ વિલ્સનની વિદેશ પ્રવાસની મંજૂરી ક્યાં છે? કલેક્ટરની મંજૂરીની વાત સ્પષ્ટ છે, પરંતુ DDO અંચુ વિલ્સનના કિસ્સામાં જો પૂર્વ મંજૂરી ન હોવાનું બહાર આવે તો સરકારના આજના જ આદેશમાં લખાયેલી ‘Gross Misconduct’ની જોગવાઈને કારણે મામલો ગંભીર વહીવટી પ્રશ્ન બની શકે છે. DDO અંચુ વિલ્સને મંજૂરી લીધી નથી તે બાબત હાલ સત્તાવાર રીતે પુષ્ટિ પામેલી નથી; આ અંગે સંબંધિત મંજૂરીના દસ્તાવેજો અથવા સરકારની સ્પષ્ટતા બાદ જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    મંજૂરી વિના સ્થળ ફેરફાર કરતી શ્યામ-ઘનશ્યામ સ્કૂલ પર DEOની તવાઈ:સરપ્રાઈઝ ચેકિંગમાં કેશવનગરમાં મંજૂરી છતાં જુહાપુરામાં સ્કૂલ ચાલતી હતી, DEOએ બંને મેનેજમેન્ટ પાસે ખુલાસો માંગ્યો
    Next Article
    ગાંધીનગરમાં પરિણીત સગીરાનો આપઘાત:'મારો પતિ માણસ નહીં જાનવર છે' લખેલી સુસાઈડ નોટ મળતાં પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો, વાવોલ ગોકુળપુરાની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment