Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બે દિવસ અડધાથી 1 ઇંચ વરસાદની આગાહી:ઉકાઈ ડેમની સપાટી 334.54 ફૂટે સ્થિર, ઇનફ્લો ઓછો હોવાથી દરવાજા હજુ બંધ

    15 hours ago

    ગુજરાત પર સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમના પગલે સુરત શહેરમાં હવામાન વિભાગ દ્વારા 2 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અંતર્ગત શહેરમાં અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી હાલ 334.54 ફૂટ પર સ્થિર નોંધાઈ છે. ડેમમાં ઉપરવાસમાંથી 3000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે હાઇડ્રો પાવર સ્ટેશન મારફતે 17 હજાર ક્યુસેક ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન સપાટી રૂલ લેવલ 335 ફૂટની અત્યંત નજીક પહોંચી ગઈ છે, પરંતુ ઉપરવાસમાંથી ઇનફ્લો અત્યંત સામાન્ય હોવાના કારણે આ સિઝનમાં હજુ સુધી ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાની નોબત આવી નથી. પવનની ઝડપ 8 કિમી રહી, મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી હવામાન વિભાગના આંકડા અનુસાર, મંગળવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી કલાકના 8 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે જ શહેરમાં વરસાદી માહોલ વધુ ઘેરો બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પડોશીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવશનો શિકાર બનાવી:ચાર વખત ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રાખી દેતા પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી
    Next Article
    સુરતમાં ખાડી કાંઠે મોતને આમંત્રણ આપતો રસ્તો:નવાગામ-ડિંડોલી ખાડી કાંઠે રેલિંગ કે લાઈટ વગરનો રસ્તો, અકસ્માતમાં કોઈનો ભોગ લેવાય તે પહેલાં તંત્રની આંખ ઉઘડશે કે નહીં?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment