Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પડોશીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવશનો શિકાર બનાવી:ચાર વખત ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રાખી દેતા પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી

    16 hours ago

    રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પાડોશમાં જ રહેતા રિક્ષાચાલકે સગીરાને ચાર વખત પોતાના ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધતાં તેને સાત માસનો ગર્ભ રહી ગયો હતો. આ અંગે પરિવારે જાણ થતાં નોંધાવેલી ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી રહેમાન સોહિલભાઈ શેખકાઝીની કરી ધરપકડ રાજકોટ શહેર એસીપી આર.એસ. બારીઆએ જણાવ્યું હતું કે, કેટરિંગમાં મજૂરી કામ કરતી મહિલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી હતી. ધોરણ 9 સુધી ભણેલી તેમની 15 વર્ષીય પુત્રી સાથે પાડોશમાં રહેતા રિક્ષાચાલક રહેમાન સોહિલભાઈ શેખે એક વર્ષ અગાઉ પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ રાત્રિના સમયે પોતાના ઘરે બોલાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી રહેમાને આ જ રીતે અલગ-અલગ સમયે વધુ ત્રણ વખત સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને સાત માસનો ગર્ભ સગીરાનું પેટ ઉપસી આવતાં શંકા જતાં માતાએ તેની તપાસ કરાવતા તે ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને સાત માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. હાલ ગર્ભપાત થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી સગીરા અને તેના ગર્ભની સંભાળ રાખવી અત્યંત આવશ્યક બની છે. ગાંધીગ્રામ પોલીસે પરિવારની ફરિયાદના આધારે POCSO અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રહેમાન શેખની ધરપકડ કરી છે અને તેને મેડિકલ ચેકઅપ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કારમાં GPS લગાવી 7 દિવસથી સતીશ મરાઠાને ટ્રેક કરતા:મોકો મળતા જ ખેલ ખતમ કર્યો, આરોપી રાહુલ મંડલ ખલનાયકની રીલ બનાવી સીનસપાટા કરતો, 28ની ઉંમરે 15 ગુના
    Next Article
    સુરતમાં બે દિવસ અડધાથી 1 ઇંચ વરસાદની આગાહી:ઉકાઈ ડેમની સપાટી 334.54 ફૂટે સ્થિર, ઇનફ્લો ઓછો હોવાથી દરવાજા હજુ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment