Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારમાં GPS લગાવી 7 દિવસથી સતીશ મરાઠાને ટ્રેક કરતા:મોકો મળતા જ ખેલ ખતમ કર્યો, આરોપી રાહુલ મંડલ ખલનાયકની રીલ બનાવી સીનસપાટા કરતો, 28ની ઉંમરે 15 ગુના

    17 hours ago

    ગત 5 ઓગસ્ટે સુરતમાં સતીશ મરાઠાની કરાયેલી હત્યા મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલનો લાજપોર જેલમાંથી કબજો લઈ કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાહુલ મંડલે જેલમાંથી બેસીને જ મરાઠાને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું. હત્યાના 7 દિવસ પહેલા જ સતીશની કારમાં GPS ટ્રેકર લગાવી લોકેશન મેળવવામાં આવ્યું હતું. ખલનાયકની રીલ બનાવવાનો શોખીન રાહુલ મંડલ 28 વર્ષની ઉંમરમાં જ 15 ગુના આચરી ચૂક્યો છે. ગુજસીટોકના ગુનામાં હાલ લાજપોર જેલમાં બંધ છે. સુરત પોલીસને હજી પણ ગેંગવોર ફાટવાની ભીતિ હોય રાહુલ મંડલનો કબજો લીધા બાદ પોલીસ સ્ટેશનમાં રાખવાના બદલે કોઈ ગુપ્ત સ્થળે રાખીને જ પૂછપરછ કરાઈ રહી છે. ગેંગવોરમાં સતીશ મરાઠાની હત્યા કરવામાં આવી સુરતમાં લાંબા સમયથી સતીષ મરાઠા અને રાહુલ મંડલની ગેંગ વચ્ચે ગેંગવોર ચાલતી હતી. ગુજસીટોકના ગુનામાં લાજપોર જેલમાં બંધ રાહુલ મંડલને ડર હતો કે, તે બહાર આવશે તો સતીશ મરાઠા તેના પર હુમલો કરશે. જેથી જેલમાં બેસીને જ રાહુલ મંડલે સતીશની હત્યાનો પ્લાન બનાવ્યો અને અંજામ આપાવ્યો. આ કેસમાં અગાઉ 4 સગીરો સહિત 9 આરોપીઓની ધરપકડ કરાયા બાદ મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલનો 11 ઓગસ્ટે જેલમાંથી કબજો લેવાયો. કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. લોકેશન મેળવવા હત્યાના 7 દિવસ પહેલા સતીશની કારમાં GPS લગાવવામાં આવ્યું ભેસ્તાન પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે,આરોપીઓએ સતીશ મરાઠાની હત્યા કરવા માટે એક અઠવાડિયા પહેલાં જ તેની કારની ડ્રાઇવિંગ સીટ પાસે ગુપ્ત રીતે GPS ટ્રેકર ફીટ કરી દીધું હતું. આ ટ્રેકર કોની પાસેથી ખરીદવામાં આવ્યું?, કોણે તેને કારમાં સેટ કર્યું? અને સતીશનું લાઈવ લોકેશન કોણ જેલ સુધી કે શૂટરો સુધી પહોંચાડતું હતું તે અંગે પોલીસ હવે રાહુલ મંડલની કડક પૂછપરછ કરી રહી છે. રોફ જમાવવા ઈન્સ્ટાગ્રામ પર ખલનાયકની રીલ બનાવતો પોતાની અલગ ગેંગ બનાવીને અનેક અપરાધો આચરનાર રાહુલ મંડલ ગુજસીટોક (GUJCTOC)નો પણ કેસ છે.સોશિયલ મીડિયા પર પોતાની 'ભાઈગીરી' અને રોફ બતાવવાનો ભારે શોખીન છે.વાસ્તવિક જીવનમાં પણ તે સગીર વયના કિશોરો અને શાર્પ શૂટરોને પોતાની સાથે રાખીને ક્રાઈમ નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ગેંગવોરની ભીતિના પગલે પોલીસ સ્ટેશનના બદલે ગુપ્ત સ્થળે રખાયો સતીશ મરાઠાની હત્યા બાદ તેના સમર્થકો અને વિરોધી જૂથ વચ્ચે ગેંગવોર ફાટી નીકળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સુરક્ષાના કારણોસર રાહુલ મંડલને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં રાખવાને બદલે અન્ય ગુપ્ત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો. આ સમાચાર પણ વાંચોઃ સુરતમાં સતીશ મરાઠાની હત્યાનો LIVE વીડિયો સુરતમાં ભેસ્તાનના ભીમનગર સરસ્વતી આવાસ મંદિર પાસે 5 ઓગસ્ટને બુધવારે બપોરે માથાભારે સતીશ ઉર્ફ સતીશ મરાઠાની સરાજાહેર હત્યા કરાઈ હતી. ફાયરિંગ ઉપરાંત, ખાડો ખોદતા હોય તેમ 3 તલવાર, કુહાડીથી છાતી અને મોં પર 39 ઘા ઝીંકી થયેલી હત્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    પોલીસ કર્મચારી જ બુટલેગર બન્યો:શહેર પોલીસ કંટ્રોલરૂમમાં નોકરીની સાથે દારૂનો વેપાર કરતા પોલીસકર્મીની ધરપકડ, દારૂ સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસ કર્મીનું નામ આપ્યું
    Next Article
    રાજકોટમાં પડોશીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવશનો શિકાર બનાવી:ચાર વખત ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રાખી દેતા પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment