Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કર્મચારી જ બુટલેગર બન્યો:શહેર પોલીસ કંટ્રોલરૂમમાં નોકરીની સાથે દારૂનો વેપાર કરતા પોલીસકર્મીની ધરપકડ, દારૂ સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસ કર્મીનું નામ આપ્યું

    18 hours ago

    વસ્ત્રાપુર પોલીસે થલતેજ જીવનદીપ સર્કલ પાસેથી એક બિનવારસી ગાડીમાંથી 313 બોટલ દારૂ અને 102 બિયરના ટીન મળી કુલ રૂ.2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ જથ્થો ચીરાગ ચૌધરી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. જોકે, આરોપીએ પોલીસ પૂછપરછમાં આ જથ્થો શહેર પોલીસના હાઇટેક પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. દારૂ સાથે પકડાયેલા આરોપીએ પોલીસ કર્મીનું નામ આપ્યું વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, થલતેજમાં જીવનદિપ સર્કલ પાસે બિનવારસી ગાડીમાં દારૂનો જથ્થો પડ્યો છે. જેથી પોલીસે ત્યાં તપાસ કરતા એક આઇ-10 ગાડી મળી આવી હતી. ગાડીમાંથી 313 બોટલ દારૂ અને 102 બિયરના ટીન મળી કુલ ₹ 2.51 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આ ગાડીનો માલિક અશોક પટેલ(ચૌધરી) હોવાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ જથ્થો ચિરાગ ચૌધરી (રહે. નારણપુરા) રાજસ્થાનથી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે ચિરાગની ધરપકડ કરી હતી. પોલીસ કર્મીની ગાડીમાં રાજસ્થાનથી દારૂ ભરીને લાવ્યો હતો જેની પૂછપરછમાં તે આ જથ્થો પોલીસ કર્મી અશોક પટેલ (ચૌધરી) (ઉ.37, રહે.સનસાઇન એપાર્ટ., થલતેજ)ના કહેવાથી તે લાવ્યો હતો. આરોપી ચિરાગ અમદાવાદથી પોલીસકર્મી અશોકની ગાડી લઇને રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરી આવીને પોલીસ કોન્સ્ટેબલ અશોકના ઘર નજીક મૂકી દીધી હતી. જેથી આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અશોક પટેલ (ચૌધરી)ની પણ ધરપકડ કરી કેટલા સમયથી તે દારૂનું રેકેટ ચલાવતો હતો અને તેના ગ્રાહકો કોણ કોણ છે તે બાબતે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર સમરસ હોસ્ટેલ વિવાદ:જમવામાં જીવજંતુઓ અને અસ્વચ્છતાને લઈને વિદ્યાર્થીનીઓનો રોષ, ABVP સાથે ઉગ્ર રજૂઆત
    Next Article
    કારમાં GPS લગાવી 7 દિવસથી સતીશ મરાઠાને ટ્રેક કરતા:મોકો મળતા જ ખેલ ખતમ કર્યો, આરોપી રાહુલ મંડલ ખલનાયકની રીલ બનાવી સીનસપાટા કરતો, 28ની ઉંમરે 15 ગુના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment