Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર સમરસ હોસ્ટેલ વિવાદ:જમવામાં જીવજંતુઓ અને અસ્વચ્છતાને લઈને વિદ્યાર્થીનીઓનો રોષ, ABVP સાથે ઉગ્ર રજૂઆત

    19 hours ago

    ભાવનગર શહેરની સમરસ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓએ ભોજનની નબળી ગુણવત્તા, પાણીની ભારે તંગી, સુરક્ષાના પ્રશ્નો અને સંચાલકો દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને હોસ્ટેલની છાત્રાઓએ સત્તાવાર રજૂઆત કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લાના છાત્રા પ્રમુખ દીપીકા કછોટા વિદ્યાર્થીનીઓ દ્વારા કરાયેલા મુખ્ય આક્ષેપોઓમાં છેલ્લા 4-5 મહિનાથી ભોજનમાં જીવજંતુઓ, કીડા, સિગારેટ અને પ્લાસ્ટિક જેવી હાનિકારક વસ્તુઓ નીકળે છે, નાસ્તા અને જમવા માટેની થાળીઓ પણ યોગ્ય રીતે ધોવામાં આવતી નથી. મેઈન વોર્ડન પાયલ અને વિદ્યાર્થીનીઓનું ભોજન અલગ બનતું હોવાની પણ ચર્ચા છે, હોસ્ટેલના પાણીમાં લીલ જામતી હોવાના કારણે વિદ્યાર્થીનીઓ ગંભીર બીમારીઓનો ભોગ બની રહી છે એક વિદ્યાર્થીનીને છ મહિનાથી ટાઈફોઈડ હોવાનું અને ડોક્ટરે હોસ્ટેલનું પાણી જવાબદાર ગણાવ્યું હોવાનું સામે આવ્યું છે. આઠમા માળ સુધી પાણી ન પહોંચતા વિદ્યાર્થીનીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. હોસ્ટેલ ની વિધાર્થીની ચિંતલ બગડાએ જણાવ્યું હતું કે, હોસ્ટેલની બહાર સુરક્ષાના પૂરતા બંદોબસ્તના અભાવે અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થીનીઓને હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે, મેડિકલ ઇમરજન્સી કે વાલીની તબિયત ખરાબ હોય તેવા સંજોગોમાં પણ પૂરતી રજા આપવામાં આવતી નથી. રજૂઆત કરનાર વિદ્યાર્થીનીઓને એડમિશન કેન્સલ કરવાની અને વાલીઓ સામે બોલવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યા છે, હોસ્ટેલ વિદ્યાર્થીની ગોહિલ રાજેશ્વરીબાએ જણાવ્યું હતું કે, મારે પાણી ભરવા માટે ઠેઠ આઠમા માળ સુધી જવું પડે છે. એકથી આઠ માળ સુધી ક્યાંય પાણી નથી આવતું, અને એક બોટલ ભરાતા કલાક થાય છે અમારે.,એ પાણી પણ એવું લીલવાળું હોય છે કે એ પાણી પીવાથી મારી ખુદની એક ફ્રેન્ડ છે, કાલે એ હોસ્પિટલમાં રહે છે અત્યારે, કાલે એ રિપોર્ટ કરાવીને આવી. છ મહિનાથી એને ટાઈફોઈડ થયો છે ડોક્ટરે એનું કારણ હોસ્ટેલનું પાણી કીધું છે અને એમ કીધું છે કે પાણી તમને હોસ્ટેલનું નડે છે જ્યારે જ્યારે ઇન્સ્પેક્શન વાળા આવે ત્યારે તો અચાનક બધું સાફસૂફ હોય છે ત્યાં સુધી બધું ગંદકીવાળી ડિશ હોય છે, ડિશમાં જમવામાં પણ અમને શરમ આવે એવી તો ડિશ હોય છે અને ખુદ સાફ કરીએ તો પણ સાફ નથી થઈ શકતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અનુસૂચિત જાતિ લોકલ મેનેજમેન્ટના અધ્યક્ષ અને નાયબ નિયામક એમ.એન.ગામિત સ્થળ પર ઉપસ્થિત પહોંચ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળીને જણાવ્યું હતું કે, ભોજન અને અન્ય વ્યવસ્થાઓ અંગેની ફરિયાદોનું આવતીકાલ સુધીમાં યોગ્ય મૂલ્યાંકન કરીને તેનો સત્વરે નિકાલ કરવામાં આવશે...
    Click here to Read More
    Previous Article
    પાન-મસાલા અને ગુટખાના શોખીનોને મોટો ઝટકો!:FSSAIએ આ વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો, નવા નિયમો જાહેર; કંપનીઓ અને ગ્રાહકો પર શું અસર થશે?
    Next Article
    પોલીસ કર્મચારી જ બુટલેગર બન્યો:શહેર પોલીસ કંટ્રોલરૂમમાં નોકરીની સાથે દારૂનો વેપાર કરતા પોલીસકર્મીની ધરપકડ, દારૂ સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસ કર્મીનું નામ આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment