Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATSના અધિકારી બની નિવૃત પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કર્યાં:ચાઈલ્ડ પોનોગ્રાફી કેસમાં ફસાવવાનું કહીને ગઠિયાઓએ 16.18 લાખ પડાવી લીધા, સિંગરવાના વૃદ્ધની સાયબર ક્રાઈમમાં ફરિયાદ

    2 days ago

    શહેરમાં ફરી એકવાર નિવૃત પ્રોફેસર ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે.સાયબર ગઠિયાઓએ પોતે ATS ના અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધના આધારકાર્ડ સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ ચાઇલ્ડ પોનોગ્રાફી અને ગેરકાયદેસર ટ્રાન્જેકશનમાં થયો હોવાનું કહીને ડરાવ્યા હતા.ધરપકડ કરવાનું કહીં સતત વિડિઓ કોલથી નજર રાખીને તપાસના બહાને 16.18 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ચિરાગ રાવત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો સિંગરવામાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે 29 ઓગ્સ્ટે તેમને અજાણ્યા નંબર પરથી ચિરાગ રાવત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ બનારસ પોલીસ હેડ ઓફિસના પોલીસ અધિકારી તરીકે આપી હતી અને વૃદ્ધના આધારકાર્ડથી મોબાઇલ નંબર રજિસ્ટર હોવાનું જણાવ્યું હતું.આ નંબરથી બેન્કમાં ખાતું ખોલાવી કરોડો રૂપિયાના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું તેમજ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે ગેમ્બલિંગ જેવી પ્રવૃત્તિમાં તેમનું નામ સંડોવાયેલું હોવાનું કહી તેમની સામે ગુનો નોંધાયો હોવાનું કહ્યું હતું. ATSના અધિકારીની ઓળખ આપી વાત કરી હતી જે બાદ વોટ્સએપ પર પ્રેમ ગૌતમ નામના વ્યક્તિનો વીડિયો કોલ આવ્યો હતો. પોલીસના યુનિફોર્મમાં આ વ્યક્તિએ પોતાની ઓળખ ATSના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી. તેણે વૃદ્ધને કહ્યું હતું કે આ કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે, પરંતુ તેમની ઉંમર વધારે હોવાથી વીડિયો કોલ મારફતે ઘરે બેસીને ઇન્વેસ્ટિગેશન કરાવી શકાય છે.ગઠીયાઓએ વૃદ્ધને કોઈને આ અંગે જાણ ના કરવા પણ કહ્યું હતું અને સતત વોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરીને તેમના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ગત 31 ઓગસ્ટે ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટની વિગતો અને બેન્ક સ્ટેટમેન્ટ મંગાવ્યા હતા. ₹16.18 લાખ રુપિયા ટ્રાન્સફર કર્યાં ત્યાર બાદ 1 સપ્ટેમ્બરે ગઠિયાઓએ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે વૃદ્ધના બેન્ક ખાતામાં રહેલા રૂપિયાનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ચેકિંગ કરાવવાનું હોવાનું કહી રૂપિયા પાછા મળી જશે તેવી ખાતરી આપી હતી. ગઠિયાઓએ આપેલા બેન્કના ખાતામાં RTGSથી ₹ 11,03,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે રૂપિયા 5,15,300 પણ એના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે ₹ 16,18,300 ટ્રાન્સફર કરાવ્યા બાદ ઠગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ફેક રસીદ પણ વોટ્સએપ પર મોકલી હતી. પૈસા આપ્યા બાદ સંપર્ક ન થતા પોલીસ ફરિયાદ નોંધાવી એટલું જ નહીં ગઠિયાઓએ વૃદ્ધ સાથે સતત વોટ્સએપ કોલથી ઈન્વેસ્ટિગેશન ચાલુ હોવાનું જણાવ્યું હતું. 5 સપ્ટેમ્બરે અન્ય વોટ્સએપ નંબર પરથી પણ પ્રેમ ગૌતમ તરીકે ઓળખ આપી ફરિયાદીને કોલ કરવામાં આવ્યો હતો. અંતે 9 સપ્ટેમ્બરે ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયું હોવાનું કહી વૃદ્ધને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નામે બનાવટી NOC મોકલવામાં આવી હતી. ત્યારબાદ ગઠીયાઓના મોબાઇલ નંબરો પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી વૃદ્ધને પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થઈ હતી અને તેમણે પત્ની તથા પુત્રને સમગ્ર ઘટનાની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    લાલપુરની વીર સાવરકર વિદ્યાલયમાં ABVP એ રક્તદાન શિબિર યોજી:સવારે શરૂ થયેલી શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહથી ભાગ લીધો
    Next Article
    પૂર્વ IPL ક્રિકેટર સામે મંગેતરે કરેલી દુષ્કર્મની ફરિયાદ રદ:શિવાલિકે કહ્યું-મારી કારકિર્દી ખતમ કરવા તેણે કેસ કર્યો, બે વર્ષમાં ઘણોએ સપોર્ટ કર્યો અને દુર પણ થયાં, માતાએ કર્યા સ્ફોટક ખુલાસા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment