Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાંતામાં બોલેરો ગાડીમાં ભીષણ આગ: ચાલકનો બચાવ:ફાયર બ્રિગેડની અછત સામે સ્થાનિકોમાં ભારે રોષ

    18 hours ago

    બનાસકાંઠાના દાંતા ખાતે એક બોલેરો ગાડીમાં અચાનક ભીષણ આગ ભબકી ઉઠી હતી. આ ઘટનામાં સમગ્ર ગાડી જોતજોતામાં બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે ચાલકે સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે બોલેરો ગાડીને ક્ષણવારમાં લપેટમાં લઈ લીધી હતી. રસ્તા પર અચાનક સળગતી ગાડી જોઈને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની અછતનો મુદ્દો ફરી સપાટી પર આ દુર્ઘટનાને પગલે દાંતા વિસ્તારમાં ફાયર બ્રિગેડની સુવિધાના અભાવનો પ્રશ્ન ફરી સામે આવ્યો છે. સમયસર ફાયર ફાઈટર ન પહોંચવાને કારણે આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો, જેના લીધે ગાડી સંપૂર્ણપણે નાશ પામી હતી. તાત્કાલિક ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભવિષ્યમાં આવી હોનારત વખતે મોટું નુકસાન અટકાવી શકાય તે માટે દાંતા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની કાયમી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલ દેવવ્રતજીએ રાવળાપુરામાં ખેડૂતોને સંબોધ્યા:પ્રાકૃતિક કૃષિ અપનાવવા માર્ગદર્શન આપ્યું
    Next Article
    સુરેન્દ્રનગર શાળા નં. 8માં બાળકોએ વેપારનો વ્યવહારુ પાઠ શીખ્યો:'લાઈફ સ્કીલ બાળમેળા'માં વસ્તુઓ બનાવી વેચી, સર્જનાત્મકતા પણ દર્શાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment