Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ દેવવ્રતજીએ રાવળાપુરામાં ખેડૂતોને સંબોધ્યા:પ્રાકૃતિક કૃષિ અપનાવવા માર્ગદર્શન આપ્યું

    17 घंटे पहले

    આણંદ તાલુકાના રાવળાપુરા સ્થિત રવિ કોલ્ડ સ્ટોરેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. સામરખા ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ રાજ્યપાલએ ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવા માટે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું અત્યંત જરૂરી છે. તેમણે ખેડૂતોને આહવાન કરતાં કહ્યું કે, "પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને બંજર થતી બચાવો." રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઘટાડી શકાય છે, તેમજ જમીનની ફળદ્રુપતા અને જળ સંચયમાં નોંધપાત્ર વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે તેવી ભ્રાંતિ દૂર કરવા માટે તેમણે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે ખેડૂતોને શરૂઆતમાં પોતાની જમીનના એક ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી, તબક્કાવાર તેનો વિસ્તાર કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિતના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રાંતિજમાં અવરઓન હાઇસ્કૂલ દ્વારા તિરંગા રેલી:વિદ્યાર્થીઓએ 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભાગ લીધો
    Next Article
    દાંતામાં બોલેરો ગાડીમાં ભીષણ આગ: ચાલકનો બચાવ:ફાયર બ્રિગેડની અછત સામે સ્થાનિકોમાં ભારે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment