Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર શાળા નં. 8માં બાળકોએ વેપારનો વ્યવહારુ પાઠ શીખ્યો:'લાઈફ સ્કીલ બાળમેળા'માં વસ્તુઓ બનાવી વેચી, સર્જનાત્મકતા પણ દર્શાવી

    19 hours ago

    સુરેન્દ્રનગરના જોરાવરનગર સ્થિત પ્રાથમિક શાળા નંબર-૮માં વિદ્યાર્થીઓમાં વ્યવહારુ જ્ઞાન અને જીવન કૌશલ્યના વિકાસ માટે 'લાઈફ સ્કીલ બાળમેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વિસ્તારના કોર્પોરેટર સોનલબેન દવે, જશુબેન ઈશ્વરભાઈ વેગડ અને ભાવેશભાઈ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલા આ બાળમેળામાં ધોરણ ૬થી ૮ના આશરે ૨૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ જાતે નાણાં એકત્ર કરીને જરૂરી સામગ્રી ખરીદી હતી. ત્યારબાદ તેમણે દાબેલી, પાણીપુરી, ભેળ, લચ્છી, સેન્ડવીચ અને વિવિધ પ્રકારની કેક જેવી વાનગીઓ તૈયાર કરીને સ્ટોલ લગાવ્યા હતા. આ ઉપરાંત, બાળમેળામાં મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગપૂરણી અને 'વેસ્ટમાંથી બેસ્ટ' જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે સર્જનાત્મકતા અને ટીમવર્કનો અનુભવ મળ્યો હતો. બાળમેળા દરમિયાન વિદ્યાર્થીઓએ વસ્તુઓની ખરીદી કરવી, તેની કિંમત નક્કી કરવી, ગ્રાહકો સાથે વ્યવહાર કરવો અને વેચાણ બાદ નફો કે નુકસાનનો હિસાબ કરવો જેવી બાબતોનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. આ પ્રવૃત્તિથી તેમને ભવિષ્યના વ્યવસાયિક જીવન માટે જરૂરી ગણિતીય સમજ, આયોજન, સંવાદ કૌશલ્ય અને જવાબદારીનો વ્યવહારુ પાઠ શીખવા મળ્યો. કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર ડાયેટના લેક્ચરર ગાયત્રીબેને આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓના પ્રયાસો નિહાળી તેમના ઉત્સાહ અને સર્જનાત્મકતાને બિરદાવ્યા હતા. 'લાઈફ સ્કીલ બાળમેળા'ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સહિત સમગ્ર શિક્ષક પરિવારે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓમાં જીવનલક્ષી કૌશલ્યો વિકસાવવાના આ નવતર પ્રયાસને વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા પણ સારો આવકાર મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દાંતામાં બોલેરો ગાડીમાં ભીષણ આગ: ચાલકનો બચાવ:ફાયર બ્રિગેડની અછત સામે સ્થાનિકોમાં ભારે રોષ
    Next Article
    સાબરકાંઠાના 7 ગામોમાં 118 કિલો દવાનો છંટકાવ:મેલેરિયા અટકાવવા 11 દિવસમાં 1426 ઘરોમાં કામગીરી પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment