Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના 7 ગામોમાં 118 કિલો દવાનો છંટકાવ:મેલેરિયા અટકાવવા 11 દિવસમાં 1426 ઘરોમાં કામગીરી પૂર્ણ

    20 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોને અટકાવવા માટે જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયા અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો. પ્રવિણકુમાર અસારીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત વિજયનગર અને પ્રાંતિજ તાલુકાના કુલ 7 ગામોને આવરી લેવામાં આવ્યા હતા, જે મેલેરિયા રોગ માટે સંવેદનશીલ ગણાય છે અને જ્યાં ગત વર્ષે મેલેરિયાના કેસો નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા 1 ઓગસ્ટથી શરૂ કરાયેલી આ કામગીરીમાં 11 દિવસમાં 118 કિલો આલ્ફાસાયપરમેથરીન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કુલ 1426 ઘરોમાં દવા છંટકાવ કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દવા છંટકાવની સાથે સાથે, તમામ ઘરોમાં સઘન સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને જનજાગૃતિ (IEC) પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. મેલેરિયા વિભાગે લોકોને તેમના ઘરની આસપાસના ખાડા, ખાબોચિયા અને બિનવપરાશી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી છે. ઉપરાંત, પાણી ભરવાના તમામ પાત્રોને અઠવાડિયામાં એક દિવસ સાફ કરવા અને તાવ જણાય તો તાત્કાલિક લેબોરેટરી તપાસ કરાવી સારવાર લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે મેલેરિયા અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાંતિજ તાલુકાનું એક અને વિજયનગર તાલુકાના છ ગામો મળી કુલ સાત ગામોમાં આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર શાળા નં. 8માં બાળકોએ વેપારનો વ્યવહારુ પાઠ શીખ્યો:'લાઈફ સ્કીલ બાળમેળા'માં વસ્તુઓ બનાવી વેચી, સર્જનાત્મકતા પણ દર્શાવી
    Next Article
    એક અઠવાડિયામાં 1.30 લાખથી વધુ ઘરોની સર્વેલન્સ:મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો, મેલેરિયા માટે 1572 લોહીના નમૂના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment