Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક અઠવાડિયામાં 1.30 લાખથી વધુ ઘરોની સર્વેલન્સ:મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો, મેલેરિયા માટે 1572 લોહીના નમૂના લેવાયા

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાહક જન્ય રોગો પર નિયંત્રણ મેળવવા માટે મિશન મોડમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે, જેમાં શહેરના તમામ વિસ્તારોમાંથી ગત અઠવાડિયામાં આરોગ્ય વિભાગની 283 ટીમો અને 57 સુપરવાઈઝરોઓએ 1.30 લાખથી વધુ ઘરોની મુલાકાત લીધી હતી. આ વ્યાપક સર્વે દ્વારા 4,96,758ની વસ્તીને આવરી લેવામાં આવી હતી અને મચ્છરોના પોરા મળતાં સેંકડો ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી નાગરિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઘરની બહારથી કુલ 1,131 મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો સર્વેલન્સ ટીમોએ કુલ 1,30,291 ઘરોની મુલાકાત લીધી હતી, જેના દ્વારા 4,96,758ની વસ્તીને આવરી લેવામાં આવી છે, સર્વે દરમિયાન કુલ 5,210 ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા. કુલ 4,23,446 પાત્રો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 651 પાત્રોમાં પોરા મળી આવતા તે તમામનો નાશ કરવામાં આવ્યો હતો. ઘરની અંદર કરેલ કામગીરી કરી કુલ 1091 મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાયો. ઘરની બહાર કુલ 1,131 મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો. ઘરની બહારના કુલ 373 સ્થળોને ઓઇલ દ્વારા ટ્રીટ કરવામાં આવ્યા હતા. 1572 લોહીના નમૂના લેવાયા, એકેય પોઝિટિવ નથી સર્વે દરમિયાન કુલ 1572 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને તે તમામનું મેલેરિયા માટે પરીક્ષણ કરવામાં આવતા સદનસીબે એક પણ કેસ પોઝીટીવ જણાયેલ નથી. જાહેર સ્થળોઓમાં કન્સ્ટ્રકશન સાઈટ્સ, શાળાઓ અને આંગણવાડીઓ સહિત 32 સ્થળોની મુલાકાત લેવાઈ હતી, જેમાંથી એક સ્થળ પર પોરા મળી આવ્યા હતા. મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માર્ગદર્શન અપાયું આ સર્વે કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે નાગરિકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, વાહક જન્ય રોગો કઈ રીતે ફેલાય છે અને તેના લક્ષણો કેવા હોય છે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જરૂર જણાય તો નાગરિકોને પોતાની નજીકના શહેરી પ્રાથમિક અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ત્વરિત સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠાના 7 ગામોમાં 118 કિલો દવાનો છંટકાવ:મેલેરિયા અટકાવવા 11 દિવસમાં 1426 ઘરોમાં કામગીરી પૂર્ણ
    Next Article
    મઘરવાડા ફાટક નજીક એમ્બ્યુલન્સ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત ​:કેશોદથી લુશાળા જતી રિક્ષાને એમ્બ્યુલન્સે અડફેટે લેતા મઘરવાડા પાટીયા નજીક 70 વર્ષીય વૃદ્ધ રિક્ષાચાલકનું કરૂણ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment