Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો બિસ્માર રસ્તો બન્યો મુશ્કેલીનું કારણ:ઈન્દ્રેશ્વરનો રસ્તો બિસ્માર હોતા મહંતે નારાજગી વ્યક્ત કરી, જ્યારે શાસક પક્ષના નેતાએ કહ્યું પર્યાવરણીય મંજૂરી બાદ રિસરફેસિંગ કરાશે

    1 day ago

    જૂનાગઢનું પૌરાણિક અને પ્રાચીન ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું અતિ મહત્વનું કેન્દ્ર છે. શ્રાવણ માસ અને તહેવારોના દિવસોમાં અહીં દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે. જોકે, દૌલતપરા વિસ્તારથી ઈન્દ્રેશ્વર મંદિર તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લાં 5 થી 8 વર્ષથી ભારે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જવાથી વાહનચાલકો અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ​આ અંગે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંત રામાનંદજી બાપુએ જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમયમાં 7 થી 8 વર્ષ પહેલાં આ રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આ રસ્તાનું કોઈ સમારકામ થયું નથી. બધાય શાસકો આવે છે અને રોડ બનાવી આપવાની ખાતરી આપે છે પરંતુ આજ સુધી રસ્તો બન્યો નથી. રાજ્ય સરકારે આ પવિત્ર સ્થળના વિકાસ માટે રૂ. 5 કરોડની ગ્રાન્ટ આપીને પ્રવાસન વિભાગ દ્વારા વિકાસકામો કર્યા છે, પરંતુ રોડની ખરાબ સ્થિતિને કારણે શ્રાવણ માસમાં દર્શને આવતા લાખો ભક્તો હેરાન થઈ રહ્યા છે. આ રોડતાત્કાલિક બનાવવામાં આવે તેવી સંતો અને સ્થાનિકોની માંગ છે. ​જ્યારે વિપક્ષી નેતા લલિત પરસાણાએ સત્તાધીશો સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપના શાસકો આ પૌરાણિક જગ્યાએ નવો રસ્તો બનાવવાની તો દૂર પણ ખરાબ રસ્તાનું રિપેરિંગ પણ કરી શક્યા નથી. એક તરફ ત્રિપલ એન્જિન સરકાર અને હિન્દુત્વની વાતો થાય છે, ત્યારે બીજી તરફ મહાદેવના પૌરાણિક ધામનો રસ્તો મંજૂરીના વાંકે અટકેલો છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તોને રાહત મળે તે માટે તંત્ર દ્વારા વહેલી તકે નાનો-મોટો ખર્ચ કરીને આ રસ્તાનું પ્રાથમિક રિપેરિંગ કરવામાં આવે તે જરૂરી છે. ​બીજી તરફ, સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે, ઈન્દ્રેશ્વર જવા માટેનો રોડ બનાવવા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તાર અભયારણ્ય હેઠળ આવતો હોવાથી નવો રોડ બનાવવા કે રિસરફેસિંગ માટે 'સ્ટેટ વાઇલ્ડલાઇફ', 'સેન્ટ્રલ વાઇલ્ડલાઇફ' અને પર્યાવરણ વિભાગની મંજૂરી આવશ્યક હોય છે. આ અંગે મનપાના મેયર, હોદ્દેદારો અને કમિશનર દ્વારા વન મંત્રીશ્રી તથા વન વિભાગમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. વહીવટી પ્રક્રિયા અને મંજૂરી મળતાં જ આ રસ્તો રિસરફેસ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શામળાજીમાં મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા:અરવલ્લી જિલ્લાની પ્રથમ યાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ જોડાયા
    Next Article
    'હું અત્યારે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છું':જૂનાગઢમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન બાદ વૃદ્ધા કાયમી પથારીવશ થયા, વ્યાજે લઈ 11 લાખ ખર્ચ્યા; પરિવારનો આક્ષેપ​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment