Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્કમટેક્સ કર્મચારી વ્યાજખોરોના સિંકજામાં ફસાયો:મકાન રિનોવેશન અને લોન માટે વ્યાજે લીધેલા નાણાં સામે પઠાણી ઉઘરાણી કરતા ત્રણ સામે ફરિયાદ

    23 hours ago

    ભાવનગરના સુભાષનગરમાં રહેતા અને ઇન્કમટેક્સ કચેરીમાં નોટિસ સર્વર તરીકે ફરજ બજાવતા પરજન્યભાઈ ઓઝાએ મકાન રિનોવેશન, લોનના હપ્તા અને સાથી કર્મચારી માટે વ્યાજે લીધેલા નાણાં મામલે ત્રણ વ્યાજખોરો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મસમોટું વ્યાજ ચૂકવી દીધા છતાં 20%થી 35% સુધીના ઊંચા વ્યાજદરે મુદલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. રાજદેવસિંહ વાળા પાસે 20% વ્યાજે રૂ. 70 હજાર લીધા પરજન્યભાઈએ ત્રણ વર્ષ પહેલા મકાન રિનોવેશન માટે રાજદેવસિંહ વાળા (રહે. ચાવડીગેટ) પાસેથી 20%ના વ્યાજે રૂ. 70 હજાર લીધા હતા. દર મહિને રૂ. 14 હજાર લેખે કુલ રૂ. 5.04 લાખ ચૂકવ્યા હોવા છતાં, મુંબઈ પ્રવાસ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી ATMમાંથી રૂ. 1.25 લાખ ઉપાડી લેવાયા હતા અને હજુ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રખાઈ હતી. સાથી કર્મચારી માટે વ્યાજે નાણાં લેતાં ધમકી મળી એકાદ વર્ષ પહેલાં સાથી કર્મચારી ઇમ્તિયાઝભાઈના ટ્રક રિપેરિંગ માટે ભૌતિક મેર (રહે. બોરડીગેટ) પાસેથી 35% વ્યાજે રૂ. 40 હજાર લીધા હતા. રૂ. 1.80 લાખ ચૂકવી દીધા છતાં આરોપીએ બળજબરીથી રૂ. 30 હજાર પડાવી લીધા હતા અને છરી બતાવી રૂ. 5 લાખની માંગણી કરી મકાનનો કબજો પળાવી લેવાની ધમકી આપી હતી. લોનના હપ્તા ભરવા લીધેલી રકમ પર પઠાણી ઉઘરાણી ચાર મહિના પહેલાં લોનના હપ્તા ભરવા માટે રવિ પરમાર (રહે. ભાવનગર) પાસેથી 20%ના વ્યાજે રૂ. 50 હજાર લીધા હતા. દર મહિને રૂ. 10 હજાર આપવા છતાં રવિ પરમાર ઘરે આવીને તથા ફોન પર ધાક-ધમકી આપી વ્યાજ-મુદલની ઉઘરાણી કરતો હતો. ત્રણ સામે ગુનો દાખલ વ્યાજખોરોના સતત ત્રાસથી કંટાળીને ઇન્કમટેક્સ કર્મચારીએ ઘોઘારોડ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે BNSની વિવિધ કલમો, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ:આતંકવાદી ઘૂસણખોરી, હથિયારો, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સઘન ચેકિંગ
    Next Article
    જામનગરમાં કચરા કોન્ટ્રાક્ટમાં ભાજપના કોર્પોરેટરે કૌભાંડ પકડ્યું:ગાડીઓમાં ભંગાર-માટી ભરી વજન વધારવાની ગેરરીતિ ઝડપાઈ; ખાનગી કાંટા પર ગેરકાયદે વજન કરી બિલ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment