Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં કચરા કોન્ટ્રાક્ટમાં ભાજપના કોર્પોરેટરે કૌભાંડ પકડ્યું:ગાડીઓમાં ભંગાર-માટી ભરી વજન વધારવાની ગેરરીતિ ઝડપાઈ; ખાનગી કાંટા પર ગેરકાયદે વજન કરી બિલ મંજૂર

    22 hours ago

    જામનગર મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટર અને સેનિટેશન સમિતિના વાઈસ ચેરમેન પ્રકાશભાઈ રાઠોડે 8 ઓગસ્ટે સવારે 8:00 વાગ્યે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે મુરલીધર વે બ્રિજ નજીક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન કચરાની ગાડીઓમાં કચરાના બદલે ભંગાર, કેરણ અને માટી ભરીને ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. વજન વધારીને ખોટા બિલ બનાવવાનો ખેલ મનગરમાં વોર્ડ 1 થી 8 માટે 'ઓમ સ્વચ્છતા એજન્સી' અને વોર્ડ 9 થી 16 માટે 'ગુજરાત કામદાર સહકારી લી. વતી પરમેનન્ટ સોલ્યુશન સર્વિસ'ને કચરો ઉઠાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે. તપાસમાં સામે આવ્યું કે વજન વધારીને મોટો આંકડો દર્શાવવા ગાડીનો એક ભાગ ખાલી રાખી બીજા ભાગમાં ભંગાર અને માટી ભરવામાં આવતી હતી. આ ગેરરીતિના પુરાવા રૂપે ઘટનાસ્થળેથી ફોટોગ્રાફ્સ અને વીડિયો શૂટિંગ પણ લેવામાં આવ્યા છે. અધિકારીઓની મિલીભગત અને ગેરકાયદે વજન આ કૌભાંડમાં વજન માપણીમાં પણ ભારે ગોલમાલ આચરવામાં આવે છે. એક એજન્સી મુરલીધર વે બ્રિજ પર ગેરકાયદે વજન કરાવે છે, તો બીજી એજન્સી પોતાના ખાનગી કાંટા પર વજન દર્શાવે છે. મનપાની સોલિડ વેસ્ટ શાખાના કોઈ પણ અધિકારી સ્થળ પર ચકાસણી કરવા જતાં નથી. કોઈપણ જાતની તપાસ વગર જ એજન્સીઓના બિલ પાસ કરી દેવામાં આવતા હોવાથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સ્પષ્ટ થાય છે. ડમ્પિંગ પોઈન્ટથી સ્થાનિકો અને ગૌવંશ પર જોખમ વોર્ડ 11માં આવેલ ગુલાબનગર નજીકના ડમ્પિંગ પોઈન્ટ પર કચરાનો પહાડ જેવો મોટો ખડકલો થઈ ગયો છે. સમયસર કચરો ન હટાવાતા સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. આ ઉપરાંત, કચરાના આ ઢગલામાંથી પ્લાસ્ટિક ખાવાના કારણે ગૌમાતાના મોત થઈ રહ્યા છે, જેનાથી સ્થાનિકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી વિજિલન્સ તપાસની માંગ ટેન્ડરની શરતોનો અનાદર કરવા બદલ બંને એજન્સીઓના કોન્ટ્રાક્ટ તુરંત રદ કરી તેમને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે વિજિલન્સ મારફતે તટસ્થ તપાસ કરાવી, ભ્રષ્ટાચારમાં સામેલ સોલિડ વેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની અને ગુલાબનગર પાસેનો ડમ્પિંગ પોઈન્ટ તાત્કાલિક ખાલી કરી શહેરની બહાર ખસેડવાની માંગણી ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્કમટેક્સ કર્મચારી વ્યાજખોરોના સિંકજામાં ફસાયો:મકાન રિનોવેશન અને લોન માટે વ્યાજે લીધેલા નાણાં સામે પઠાણી ઉઘરાણી કરતા ત્રણ સામે ફરિયાદ
    Next Article
    ઇમ્પેક્ટ ફીચર:ચોક્સી ઇન્વેસ્ટમેન્ટના હાર્દિક અને હર્ષિત ચોક્સી ICICI પ્રુડેન્શિયલ ફ્લેક્સીકેપ ફંડ વિશે વાત કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment