Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ:આતંકવાદી ઘૂસણખોરી, હથિયારો, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સઘન ચેકિંગ

    1 day ago

    વેસ્ટ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધો તેમજ વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક બની છે. આતંકવાદી ઘૂસણખોરી, હથિયારો તથા નશીલા પદાર્થોની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે જામનગરના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ "સઘન કોસ્ટલ પેટ્રોલિંગ" અભિયાન હાથ ધર્યું છે. પેટ્રોલિંગ દરમિયાન બાલાચડી, સચાણા જેટી, સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ તેમજ નિર્જન અને અવાવરુ વિસ્તારોમાં મરીન કમાન્ડો દ્વારા ખાસ 'ફૂટ પેટ્રોલિંગ' (પગપાળા ચકાસણી) કરવામાં આવ્યું હતું. આ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત, ઔદ્યોગિક એકમો, ઓઈલ ટર્મિનલ્સ, વાઈટલ એરિયા અને ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ પર પણ શંકાસ્પદ હિલચાલ અંગે આકરૂં ચેકિંગ કરાયું. સુરક્ષા દળોએ મહત્વના સ્થાપનોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. સુરક્ષા એજન્સીઓએ ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ સ્થાનિક માછીમારો સાથે સંકલન કર્યું હતું. માછીમારોને દરિયામાં કોઈપણ અજાણી બોટ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ હતી, જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે "પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર"ના સિદ્ધાંત સાથે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન દેખરેખ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે. આ પગલાં રાષ્ટ્રીય સુરક્ષા માટે એજન્સીઓની સંપૂર્ણ સતર્કતા દર્શાવે છે. આ ઓપરેશન ATS અને કોસ્ટલ સિક્યુરિટીના ADGP અમિતકુમાર વિશ્વકર્મા, DIG એ. એમ. મુનિયા, SP એસ. જે. પરમાર અને DySP કે.પી. પારેખ સહિતનાઓના માર્ગદર્શન હેઠળ પાર પડાયું હતું. PI ધરમવીર આર. યાદવ અને PSI જી. એમ. બોપલિયાની ટીમે આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં એનાલોગ પનીર અંગે તપાસ શરૂ:મોડાસામાં 11 પેઢીની તપાસ, 12 નમૂના લેવાયા
    Next Article
    ઇન્કમટેક્સ કર્મચારી વ્યાજખોરોના સિંકજામાં ફસાયો:મકાન રિનોવેશન અને લોન માટે વ્યાજે લીધેલા નાણાં સામે પઠાણી ઉઘરાણી કરતા ત્રણ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment