Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતભરના દેવીપૂજકોએ પાટણમાં સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી:દિવાસા પર્વે હજારો લોકો ઉમટ્યા; સાત પેઢીથી પૂર્વજોને યાદ કરવાની પરંપરા

    13 hours ago

    પાટણ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત દેવીપૂજક સમાજ દ્વારા અષાઢ વદ ચૌદશના પવિત્ર ‘દિવાસા’ પર્વે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્મશાનભૂમિમાં સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાપૂર્વક અંજલિ અર્પણ કરવામાં આવી હતી. પાટણ સાથે સમસ્ત દેવીપૂજક સમાજની ઐતિહાસિક આસ્થા માનવામાં આવે છે કે દેવીપૂજક સમાજની ઉત્પત્તિ પાટણ શહેરમાં થઈ હતી અને મોટાભાગના પૂર્વજોની અંતિમક્રિયા અહીં જ થયેલી છે. આથી, દેશ-વિદેશમાં વસતા સમાજના લોકો અષાઢ વદ ચૌદશના દિવસે પોતાના પૂર્વજોના અસ્થિકુંભ પાટણ લાવીને પ્રથમ દિવાસો અહીં ઉજવે છે અને ત્યારબાદ અમાસના દિવસે પોતાના વતનમાં ઉજવણી કરે છે. પરંપરાગત વિધિ સાથે શ્રદ્ધાંજલિ અને ઉત્સવનું વાતાવરણ ગુજરાતભરમાંથી 30થી વધુ બસો મારફતે પહોંચેલા શ્રદ્ધાળુઓએ હડકમાઈ માતાજીના મંદિર અને પીતાંબર તળાવ પાસે આવેલી સ્મશાનભૂમિમાં દીવા-અગરબત્તી, ફૂલહાર અને નાળિયેર વધેરી પૂર્વજોને યાદ કર્યા હતા. ભાવુક વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સમાજના લોકોએ એકબીજાને મળીને ધાર્મિક ઉત્સવ તરીકે આ દિવસ ઉજવ્યો હતો. સાત પેઢીથી ચાલતી સ્મરણ પરંપરા અને સેવાકાર્ય નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજના અગ્રણી દિનેશભાઈ પટણીએ જણાવ્યું કે, સાત પેઢીથી આ રીતે પૂર્વજોને યાદ કરવાની પરંપરા જાળવી રાખીને નવી પેઢીને પણ આ સંસ્કારોથી માહિતગાર કરાય છે. પટણી સમાજના સંગઠનો દ્વારા શ્રદ્ધાળુઓ માટે પાણી, નાસ્તો અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 15 વર્ષથી વિનમૂલ્યે ચાલતો વિશાળ ભોજન અને આશ્રય કેમ્પ અમદાવાદ નરોડા ફ્રૂટ માર્કેટની યુવા ટીમ અને સ્થાનિક આગેવાનોના સહયોગથી છેલ્લા 15 વર્ષથી યાત્રાળુઓ માટે સેવા કેમ્પ યોજાય છે. રાજુભાઈ પટણી અને નગીનભાઈ પટણીના જણાવ્યા મુજબ, કોઈ પણ સ્વાર્થ વગર 20,000થી 25,000 યાત્રાળુઓ માટે મહાપ્રસાદ તેમજ રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    20 કરોડના ખર્ચે 4 જિલ્લામાં સેન્ટર ઑફ એક્સેલન્સ બનશે:પ્રાકૃતિક ખેતીના ‘મોડેલ કેમ્પસ’ અને એકસાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાશે
    Next Article
    વર્ષાબેન માકડિયા જામનગર શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા:લાલપુર જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા, પદભાર સંભાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment